નવીદિલ્હી : રાફેલ ડિલ ઉપર વિવાદ શું છે તેને લઇને હંમેશા ચર્ચા રહી છે પરંતુ રાફેલ ડિલમાં વિમાનોની કિંમત ખુબ વધારે દર્શાવવામાં આવતા આનો વિવાદ થયો હતો. ખુબ વધારી દેવામાં આવેલી કિંમતો, સરકારી કંપની એચએએલને દૂર રાખવાની બાબત, અનિલ અંબાણીની કંપનીને દસો દ્વારા ઓફસેટ પાર્ટનર બનાવવા અને કથિતરીતે સુરક્ષા મામલાઓની મંત્રીમંડળની સમિતિની મંજુરી લીધા વગર વડાપ્રધાન મોદી દ્વારા સોદાબાજીના એલાનની જાહેરાતને લઇને વિવાદ થયો હતો. રાફેલ ડિલને લઇને કોંગ્રેસે ભારે વિવાદ મચાવ્યો હતો. મોદી સરકાર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો મુક્યા હતા.
કોંગ્રેસ પાર્ટી તરફથી રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ચોર જેવા શબ્દનો ઉપયોગ કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ ભારે અનિયમિતતાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, અગાઉની સરકારે ૫૨૬ કરોડની કિંમત નક્કી કરી હતી જેની સામે વર્તમાન સરકાર ૧૬૭૦ કરોડ રૂપિયામાં આની ખરીદી કરી રહી છે. એચએએલને આમા કેમ સામેલ કરવામાં આવી ન હતી તે પણ મોટો પ્રશ્ન રહ્યો હતો.