નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીને લઇને હવે દિલ્હીમાં જોરદાર પ્રચાર કામગીરી ચાલી રહી છે. તમામ ટોપના નેતાઓ દ્વારા હવે દિલ્હીમાં તમામ તાકાત લગાવી દેવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય પાર્ટીના નેતા હવે પ્રચાર કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રાન અને ભાજપના સ્ટાર પ્રચારકો પૈકી એક યોગી આદિત્યનાથ પણ દિલ્હીમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરતા યોગીએ દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિન્દ કેજરીવાલ પર વળતા પ્રહારો કર્યા હતા. પશ્ચિમ દિલ્હીમાં ભાજપના ઉમેદવાર પ્રવેશ સિંહ વર્માના સમર્થનમાં રેલીને સંબોધન કરતા તેમણે કહ્યુ હતુ કે એએપી સુપ્રીમો કેજરીવાલ લતખોર તરીકે છે.
તેમને ચોક્કસપણે ટેવ પડેલી છે. જે સુધરતા નથી તે લતખોર હોય છે. કેજરીવાલને ધરણા પ્રદર્શનના નેતા તરીકે ગણાવીને યોગીએ કહ્યુ હતુ કે જ્યારે કોઇ સુધરતા નથી ત્યારે તેને લતખોર કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના તરીકાથી જવાબ આપે છે. દિલ્હીમાં હાલમાં આવી જ સ્થિતી રહેલી છે.
આ પહેલા યોગીએ પૂર્વીય દિલ્હીમાં પણ જોરદાર પ્રચાર કરીને કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. પૂર્વીય દિલ્હીમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરના સમર્થનમાં રેલી કરતા યોગીએ કહ્યુ હતુ કે તેઓ ગંભીર માટે અહીં આવ્યા છે. ગંભીરે ભારતના ઓપનિંગ બેટ્સમેન તરીકે અનેક યાદગાર ભૂમિકા અદા કરી છે. તેમની જીતના સમર્થન માટે અહીં આવ્યા છે. કોંગ્રેસ પર પ્રહારો કરતા તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસ એકદમ ફ્લોપ થઇ ચુકી છે. સાથે સાથે રાહુલ ગાંધી પહેલા જ ફેલ થઇ ચુક્યા છે. .યોગીએ કહ્યુ હતુ કે મોદીની તાકાતના કારણે હવે મસુદનો પણ ખાતમો લાદેનની જેમ નક્કી છે.