અમદાવાદ : અમદાવાદ શહેરના રથયાત્રાને લઈને પરંપરાગત રીતે તૈયારીઓ આજથી શરૂ થઈ હતી. અમદાવાદમાં રથયાત્રા ૪થી જુલાઈના દિવસે કાઢવામાં આવશે. રથયાત્રાની તૈયારી સામાન્ય રીતે અક્ષય તૃતિયાના દિવસે શરૂ કરવામાં આવે છે. આજે સવારે ભગવાનના રથની પૂજા કરવામાં આવી હતી. જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજે માહિતી આપતા કહ્યું હતુ કે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથની પૂજા કરવામાં આવી હતી.
આને સાથે જ રથયાત્રાની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં દર વર્ષે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દેશમાં પૂરી બાદની સૌથી મોટી રથયાત્રા તરીકે અમદાવાદની રથયાત્રાને જાવામા આવે છે. તૈયારી શરૂ કરવામાં આવતાની સાથે જ શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સુત્કતા પુર્વક રાહ જાવામા આવી રહી છે. આજે સવારે પૂજા કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદના મોટો વિસ્તારોમાં પસાર થાય છે.
સવારે ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવ્યા બાદ રથયાત્રા શરૂ થાય છે જે મોડી સાંજે મંદિરમાં પરત ફરે છે. જગન્નાથ મંદિરમાં રથની પૂજા કરવામાં આવ્યા બાદ હવે રથયાત્રાની શરૂઆતને લઈને તૈયારીઓ શરૂ થઈ છે. આજે જુદા જુદા હવન અને કાર્યક્રમો યોજાયા હતા.