અમદાવાદ : ભારતમાં ફાયનાન્શીયલ માર્કેટનો નોંધનીય ગ્રોથરેટ જોતાં આવનારા દિવસોમાં દેશમાં ફાયનાન્શીયલ એડવાઇઝર્સ માટે વિપુલ તકો રહેલી છે. દેશના ઇકોનોમીક ગ્રોથ માટે પણ ફાયનાન્શીયલ એડવાઇઝર્સની મોટી જરૂરિયાત ઉભી થશે. જે પ્રકારે ભારત ઇકોનોમીક ગ્રોથમાં આગળ વધી રહ્યું છે તે જોતાં ૨૦૩૦ સુધીમાં ભારત વિશ્વની ટોપ થ્રી ઇકોનોમીમાં સ્થાન પામશે એમ અત્રે આઇઆઇએફએલના ડાયરેકટર ચિંતન મોદી અને આઇઆઇએફએલ હોલ્ડીંગ્સ લિ.ના ચેરમેન નિર્મલ જૈને જણાવ્યું હતું. દેશમાં નવા દસ લાખ નોકરીદાતા સર્જવાના પ્રયાસના ભાગરૂપે તેમ જ સ્વતંત્ર ફાયનાન્શીયલ એડવાઝરની તક પૂરી પાડવા અને ફાયનાન્શીયલ માર્કેટની એકેએક ગતિવિધિ-તાજી વિગતો સાથેનું બહુ ઉપયોગી ટેબલેટ આજે આઇઆઇએફએલ દ્વારા અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, તે પ્રસંગે આ મહાનુભાવોએ માર્કેટચિત્ર રજૂ કર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વતંત્ર ફાઇનાન્શીયલ એડવાઇઝર બનવા માટે તમારે હવે લાખો-કરોડના રોકાણ કે ઓફિસ-જગ્યા ખરીદવાની જરૂર નથી પરંતુ માત્ર રૂ. ૨૫૦૦૦(રીફન્ડેબલ)ની જરૂર છે, જેમાં તમને ભારતમાં કોઇપણ સ્થળેથી કામ કરવા તમારા ગ્રાહકો સાથે ટ્રાન્ઝેક્શન્સ કરવા અને મ્યુચ્યુલ ફંડ, એસપીઆઇ, એફડી, આઇપીઓ, બોન્ડ, એનપીપી, લોન્સ, ઇન્શ્યોરન્સ સહિતની કોઇપણ ફાઇનાન્શીયલ પ્રોડક્ટ્સની સેવા આપવા તમામ હાર્ડવેર અને સોફ્ટવેર પુરું પાડવામાં આવશે. આ માટે આઇઆઇએફએલ દ્વારા તેની ક્રાંતિકારી પ્રોડક્ટ એડવાઇઝર એનીટાઇમ એનીવ્હેર (એએએ) રજૂ કરાયું છે. આ એક પ્રોપ્રાઇટરી હાર્ડવેર ડિવાઇસ એટલે કે ટેબ્લેટ છે, જે પ્રી-લોડેડ સોફ્ટવેર અને ડેટાકાર્ડ સાથે છે, જે તમને સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફન્ડસ, ન્યૂઝ, વ્યૂઝ, નિષ્ણાંતોની ભલામણોનું રિયલ ટાઇમ એક્સેસ આપે છે. આ સોફ્ટવેર તમારા ગ્રાહકોનો પોર્ટફોલિયો અને એડવાઇઝર્સનું કમિશન, કામગીરી વગેરેનો સંપૂર્ણ ચિતાર આપશે. આ ટેબ્લેટમાં એનઆઇએસએમ પરીક્ષાનો કન્સેપ્ટ સમજવા અને પ્રેક્ટીસ કરવા ઊભરતા એડવાઇઝર્સ માટે લર્ન મોડ્યુલ પણ છે.
એડવાઇઝર આઇઆઇએફએલની રિસર્ચ ટીમ, ૨૪બાય૭ સર્વિસ સેલ અને ચેટ પર પ્રોડક્ટ એક્સપર્ટ સાથે જોડાયેલો રહે છે અને કોલ કરીને વાતચીત પણ કરી શકે છે. આઇઆઇએફએલના ડાયરેકટર ચિંતન મોદી અને આઇઆઇએફએલ હોલ્ડીંગ્સ લિ.ના ચેરમેન નિર્મલ જૈને ઉમેર્યું કે, કન્ટેન્ટ, સર્વિસ, સોફ્ટવેર, રિસર્ચ અને ટુલ્સ તમામ નિઃશુલ્ક છે. રૂ. ૨૫,૦૦૦ની સિક્યોરિટી ડિપોઝીટ ત્રણ મહિનામાં સંપૂર્ણ રીફન્ડેબલ છે. પ્રોડક્ટ પાછી આપતી વખતે અને ફુલ રિફન્ડ લેતી વખતે કોઇ ખુલાસો માગવામાં નહી આવે. એએએની વિશિષ્ટતા સાથે આઇઆઇએફએલ ખાસ કરીને ટિયર ટુ અને ટિયર થ્રી શહેરોના આશાસ્પદ લોકો માટે તકોનું દ્વાર ખોલી રહી છે અને તેમને ઉદ્યોગ સાહસિક બનવાનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ કરી રહી છે. એક અબજથી વધુની વસતી ધરાવતા દેશમાં નવા ૧૦ લાખ ફાઇનાન્શીયલ એડવાઇઝર્સની જરૂર છે. આઇઆઇએફએલનું એએએ ૮ ઇંચની ડિવાઇસમાં નવા પાર્ટનરના કોઇ ખર્ચ વિના નિપુણતા પૂરી પાડે છે. આ ટેબ્લેટ ફુલ ફ્લેજ્ડ ઓફિસ અને માહિતી તથા સંશોધન માટેની લાઇબ્રેરી હશે. એડવાઇઝર તેની કામગીરી પર દેખરેખ રાખી શકશે, ગ્રાહકનો પોર્ટફોલિયો જોઇ શકશે, ગ્રાહક માટે ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરી શકશે અને રિસર્ચ તથા માર્કેટ અપડેટ્સથી માહિતગાર રહી શકશે.
આ ટેબ્લેટની મદદથી ફાઇનાન્સિલ એડવાઇઝર કોઇ પણ ખર્ચ વિના તેના પેન્ટના પાછલા ખિસ્સામાં તેની ઓફિસ લઇને ગમે ત્યાં જઇ શકે છે. ઉદ્યોગ સાહસિકો અને રોજગાર સર્જન કરવા ઉપરાંત આ ટેબ્લેટ નાના શહેરોનાં રિટેલ ગ્રાહકોને પોતાના ઘર આંગણે વધારાના ખર્ચ વિના સર્વશ્રેષ્ઠ નાણાંકીય પ્રોડક્ટ્સ પુરી પાડશે. આઇઆઇએફએલ બિઝનેસ પાર્ટનર્સને એનઆઇએસએમને લગતું ર્લનિંગ કન્ટેન્ટ પુરૂં પાડશે. આ ઉપરાંત આઇઆઇએફએલ તેમને પરીક્ષાનું રજીસ્ટ્રેશન કરવામાં અને રજીસ્ટર્ડ એઆરએન હોલ્ડર બનવામાં પણ મદદ કરશે.