નવી દિલ્હી: કાર્ડ ચુકવણી સેવા અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વમાં ટોપની કંપનીઓ અને વિશ્વની પ્રતિષ્ઠિત કંપનીઓમાં સ્થાન ધરાવતી માસ્ટરકાર્ડ કંપની હવે ભારતમાં પાંચ વર્ષના ગાળામાં જ સાત હજાર કરોડ રૂપિયાનુ રોકાણ કરવાની યોજના ધરાવે છે. ભારતમાં પોતાના કારોબારને ફેલાવી દેવા માટે આ કંપની ઉત્સુક છે. કંપની દ્વારા પોતાની મહત્વકાંક્ષી યોજનાની માહિતી આપી દેવામાં આવી છે. તેના કહેવા મુજબ માસ્ટરકાર્ડ ભારતને તેના મુખ્ય હબ બનાવવા માટે તૈયારી કરી છે. કંપની દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. માસ્ટરકાર્ડ પહેલાથી જ છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં એક અબજ ડોલરનુ રોકણ કરવા માટે ઇચ્છુક છે.
કંપનીના સહ અધ્યક્ષ એશિયા પ્રશાંત એરી સરકારે કહ્યુ છે કે છેલ્લા પાચ વર્ષમાં અમે એક અબજ ડોલરનુ રોકાણ કરી ચુક્યા છીએ. ભારતીય અર્થવ્યવસ્થામાં અમારા વિશ્વાસમાં સતત વધારો થઇ રહ્યો છે. આને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ રોકાણ પાછળ હેતુ એ છે કે માસ્ટરકાર્ડ ભારતને એક અગ્રણી રોકાણ દેશ તરીકે ગણે છે. તેમનુ કહેવુ છે કે ચુકવણી નેટવર્ક તરીકે અમે એક વૈશ્વિક નેટવર્ક છીએ. અમારા તમામ સોદ્દા વૈશ્વિક નેટવર્કના સહારે કરવામાં આવે છે. ભારતને ટેકનોલોજીના કેન્દ્ર બનાવવા માટે કેટલાક કારણ રહેલા છે. આરબઆઇના આંકડા દર્શાવે છે કે દેશમાં ફેબ્રુઆરી ૨૦૧૯ના આંકડા મુજબ ૯૯.૦૬ કરોડ કાર્ડ હતા. જે પૈકી ૪.૬ કરોડ ક્રેડિટ કાર્ડ અને ૯૪.૫ કરોડ ડેબિટ કાર્ડ તરીકે હોય છે.
માસ્ટરકાર્ડ વિશ્વની સૌથી અગ્રણી કંપની તરી તેની પ્રતિષ્ઠા ધરાવે છે. ભારતમાં તેના કારોબારને વધારે મજબુત કરવા માટે તે ઇચ્છુક છે. માસ્ટરકાર્ડને લઇને લોકો અને ખાસ કરીને અમેરિકામાં તો ભારે ક્રેઝ છે. આ કંપનીમાં ભારતના મોટી સંખ્યામાં લોકો કામ કરે છે.