નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીમાં ૫૦ ટકા ઇવીએમને વીવીપેટ સાથે જોડવા માટેની માંગ કરીને દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આજે ૨૧ પક્ષોને મોટો ફટકો પડ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે વીવીપેટ પર્ચીના એકાએક મિલાનને લઇને દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા કહ્યુ છે કે કોર્ટ પોતાના આદેશને સુધારવા માટે તૈયાર નથી. સુપ્રીમ કોર્ટે આ પહેલા દરેક વિધાનસભાના પાંચ બુથમાં ઇવીએમને વીવીપેટ સાથે જોડવાનો નિર્ણય કર્યો હતો.
વિપક્ષી પાર્ટીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી હતી. વિરોધ પક્ષો તરફથી દાખલ કરવામાં આવેલી અરજીની દલીલ વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કરી રહ્યા હતા. અરજીને ફગાવી દેવામાં આવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા સિંઘવીએ કહ્યુ છે કે તે સુપ્રીમ કોર્ટના નિર્ણયનુ સ્વાગત કરવા માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયના કારણે વિરોધ પક્ષોને ફટકો પડ્યો છે.