અમદાવાદ : જર્મન લક્ઝરી કાર ઉત્પાદક ઓડી ઈન્ડિયાની વિશ્વની સૌથી મોટી એમેચ્યોર ગોલ્ફ ટુર્નામેન્ટ સિરીઝ-ઓડી ક્વાટ્રો કપ ૨૦૧૯ના ભારતીય તબક્કાનું આજે સમાપન થયું હતું. ભારતના બેંગ્લુરુ ખાતે પ્રેસ્ટિજ ગોલ્ફશાયર ક્લબમાં યોજાયેલ ખૂબ જ રોમાંચક બની રહેલી ફાઈનલમાં ડો.કૌશલ આનંદ અને સુમિત પંતના નેતૃત્વમાં ટીમ અમદાવાદે ૪૭ પોઈન્ટ સાથે સમગ્ર દેશમાં બધા જ અન્ય ફાઈનલિસ્ટ્સને હરાવ્યા હતા. ઓડી ક્વાટ્રો કપ-૨૦૧૯માં ભારતમાં ફાઈનલ્સના સ્લોટમાં અંદાજે ૭૫૦થી વધુ ગોલ્ફર્સે ભાગ લીધો હતો. ઓડી ક્વાટ્રો કપ ઓડી ઓટોમોબાઈલ્સ પ્રત્યેના લગાવની સાથે ગોલ્ફ માટેના વલણને એકરૂપ બનાવે છે.
આ વર્ષે સમગ્ર વિશ્વમાં ઓડી ક્વાટ્રો કપનો ૨૯મો વાર્ષિકોત્સવ ઊજવાઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટની ભારતીય આવૃત્તિ ભારતમાં ૧૨મા વાર્ષિકોત્સવની ઊજવણી થઈ રહી છે. ઓડી ક્વાટ્રો કપ ૨૦૧૯ ભારતની ફાઈનલ્સમાં ખેલાડીઓએ નવીનતા માટે ઓડી ડ્રાઈવની કુશળતા સાથે સ્પોટ્ર્સ માટે ધીરજના એકદમ યોગ્ય સંતુલનનો અસાધારણ દેખાવ દર્શાવ્યો હતો. આ ટાઈટલ જીતવા માટે હું ડો. કૌશલ આનંદ અને શ્રી સુમિત પંતનું હૃદયપૂર્વક અભિનંદન કરું છું તેમ ઓડી ઈન્ડિયાના વડા શ્રી રાહિલ અંસારીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ઓડી ક્વાટ્રો કપ સ્પષ્ટપણે સૌથી મહત્વના કોર્પોરેટ ગોલ્ફ કાર્યક્રમ તરીકે ઊભરી આવ્યો છે અને આ શ્રેણીમાં ભાગ લેનારા ગોલ્ફર્સ અગ્રણી રાજ્યોના પાટનગરો અને શહેરો સહિત સમગ્ર દેશમાં તેની ઊજવણી કરી રહ્યા છે.
આ ઉપરાંત સમાન ફાઈનલમાં સત્યજિત મિશ્રા અને જેબી પેનીને સમાવતી ટીમ ભુવનેશ્વર ૩૬ પોઈન્ટ સાથે રનર્સ-અપ રહી હતી, જ્યારે સતિષ ગુપ્તા અને આદિત્ય પટેલને સમાવતી ટીમ મુંબઈએ ૩૪ પોઈન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઈનલ્સ ગ્રીન સમ સ્ટેબલ ફોર્ડના વિશિષ્ટ ફોર્મેટમાં રમાઈ હતી જેમાં બંને ખેલાડીઓ બોલ લઈ જતા હતા, બેમાંથી શ્રેષ્ઠની પસંદગી કરાઈ હતી અને હોલિંગ આઉટ પહેલાં વિકલ્પ પસંદ કરાયો હતો. આજની ફાઈનલની વિજેતા ટીમો આ વર્ષે ઓસ્ટ્રીયાના કિત્ઝબહેલમાં યોજાનારી વર્લ્ડ ફાઈનલ્સ માટે ક્વોલિફાઈ થયા છે, જ્યાં પરંપરાગત ઓડી ઈન્ડિયાના વિજેતાઓએ તાજેતરના કેટલાક વર્ષોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ઓડી ક્વાટ્રો કપ વર્ષ ૧૯૯૧થી ચાલતી એક વાર્ષિક ઈવેન્ટ છે અને તે ગોલ્ફમાં સૌથી મોટી એમેચ્યોર ટુર્નામેન્ટ શ્રેણી તરીકે ઊભરી આવી છે. છેલ્લા બે દાયકાથી વધુ સમયમાં ૧૫ લાખથી વધુ એમેચ્યોર ગોલ્ફર્સે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.
૪૩ દેશોમાં ૬૪૫ ટુર્નામેન્ટ્સમાં ૮૦,૦૦૦ ખેલાડીઓ પ્રત્યેક વર્ષે રમે છે. ઓડી ક્વાટ્રો કપ શ્રેષ્ઠતાઓમાંની એક ટુર્નામેન્ટ શ્રેણી છે. રાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં વિજેતા બનનારી બધી જ ટીમોએ તેમના રાષ્ટ્રીય ફાઈનલ્સના વિજયને વર્લ્ડ ફાઈનલમાં પ્રારંભિક સ્થાન મેળવવા માટેની ઉત્કૃષ્ટ તક તરીકે નિહાળ્યો હતો. ઓડી ક્વાટ્રો કપ વર્લ્ડ ફાઈનલમાં પ્રત્યેક સિઝન્સની હાઈલાઈટ્સ અને સમાપન કાર્યક્રમનું આયોજન વિશ્વમાં અનેક જગ્યાએ યોજાયું હતું, જેમાં ઈંગ્લેન્ડમાં બેલફ્રાય, દક્ષિણ આફ્રિકામાં ફેન કોર્ટ, આયર્લેન્ડમાં કે ક્લબ, ચીનમાં મિશન હિલ્સ, દુબઈના જુમૈરા ગોલ્ફ એસ્ટેટમાં અર્થ કોર્સ, મેક્સિકોના કાબો સાન લુકાસમાં દર્શનીય ક્યુવિરા કોર્સનો સમાવેશ થાય છે.