અર્જુનસિંહ હાડા અને નિતેશ પીપરેકરના ગુજરાતના હોમપ્રોડક્શન ‘માં એન્ટરટેઈનમેન્ટ હાઉસ’ કે જે પહેલીવાર બાલિવૂડના જાણીતા કલાકારો સાથે બાલિવૂડ ફિલ્મ ‘ઘોસ્તાના’ફિલ્મ કરી રહ્યું છે. જેનું પોસ્ટર લોન્ચિંગ શહેરની કોર્ટીયાર્ટ મેરીયોટ હોટલમાં રાખવામાં આવ્યું હતું. સૌ પ્રથમવાર એવું બન્યું હશે કે કોઈ બાલિવૂડ ફિલ્મનું પોસ્ટર ગુજરાતમાં અને અમદાવાદમાં લોન્ચ થયું. ગુજરાતના ‘માં હોમપ્રોડક્શન’ની ‘ઘોસ્તાના’ ફિલ્મના પોસ્ટર લોન્ચિંગ વખતે જેમનું પ્રોડક્શન હાઉસ છે તેવા ખુદ અર્જુનસિંહ હાડા કે જેઓ ફિલ્મના પ્રોડયુસર પણ છે આ ઉપરાંત અન્ય પ્રોડ્યુસર નિતેશ પીપરેકર, જેમની સાથે ડિરેક્ટર મયૂર કાછડીયા, લીડ એક્ટર તરીકે એન્વેસી જૈન કે જે એલટી બાલાજી વેબ સિરીઝથી જાણીતી છે. અન્વેસી જૈન કે જેઓ સની લીઓન પછી ગૂગલ મોસ્ટ સર્ચેબલ એક્ટ્રેસ રહી છે તેઓ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તેમની સાથે ફિલ્મના ડીઝાઈનર દિશા વડગામા તેમજ અર્જુનસિંહ હાડાની ટીમમાં સામેલ એવા સુહાગ પટેલ, ધર્મેન્દ્ર કલાલ અને હર્ષલ પટેલ પણ હાજર રહ્યા હતા. ‘ઘોસ્તાના’ ફિલ્મમાં ગુજરાતી કલાકાર દીક્ષિત ભરવાડને પહેલીવાર બોલિવૂડમાં આ ફિલ્મથી ડેબ્યુ કરવાનો મોકો મળ્યો છે. તેઓ પણ હાજર રહ્યા હતા.
આ સાથે ગોલ્ડનેમેન તરીકે જાણીતા પુનાના સની વાઘચોરે અન્ય ગોલ્ડ મેન સંજય ગુર્જર, પણ પહેલીવાર અમદાવાદમાં આવ્યા હતા. આ પ્રસંગે માં એન્ટરટેઈનમેન્ટ હાઉસ પોસ્ટર લોન્ચ નિમિત્તે સની વાધચોરેના ગોલ્ડન ગાયઝ એનજીઓ કે જે દરરોજના એક હજારથી વધારે લોકોને જમાડે છે તેમની ચેરીટી માટે પણ એક લાખથી વધારે રકમ શુભ પ્રસંગે માં એન્ટરટેઈનમેન્ટના અર્જુનસિંહ હાડા દ્વારા દાન કરાઈ હતી.
આ પ્રસંગે અર્જુનસિંહ હાડાને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા તરફથી ફાઉન્ડ પ્રેસિડેન્ટ પાવન સોલંકીના હાથે યંગેસ્ટ પ્રોડ્યુસરનો રેકોર્ડ અપાયો. એ એટલા માટે કે, અર્જુનસિંહ હાડાની એજ એઝ અ પ્રોડ્યુસર તરીકે અત્યારે માત્ર ૨૫ જ વર્ષ છે. જો કે તેઓ છેલ્લા ૯ વર્ષથી આ ફિલ્ડ સાથે નાતો ધરાવે છે.
આ પ્રસંગે ફિલ્મના પ્રોડ્યુસર અર્જુનસિંહ હાડાએ જણાવ્યું હતું કે, ‘આ ફિલ્મની સ્ટોરી હું વધારે શેર નહીં કરી શકું પરંતુ એટલું કહીશ કે આ આ એક હોરર કોમેડી ફિલ્મ છે જેમાં લવ સ્ટોરી પણ છે. ચાર મિત્રો અને લીડ એક્ટર રહેલી અન્વેશી જૈનના પાત્રને ધ્યાનમાં રાખી સ્ટોરી આગળ ચાલે છે જેમાં હોરર, ડ્રામા, સસ્પેન્સ જોવા મળશે. ફિલ્મની સ્ટોરી સોહિલ મકવાણા દ્વારા લખાએલી છે. ફિલ્મનું બધું જ શુટીંગ અમદાવાદ અને ગુજરાતમાં જ થશે. ફિલ્મ ૨૦૨૦માં ફ્લોર પર આવશે. હું ગુજરાતમાં ફિલ્મના કલ્ચરને પ્રમોટ કરવાની સાથે સાથે ગુજરાતન અને તેના પર્યટન સ્થળોને પ્રમોટ કરવા માગું છું જેથી મે ગુજરાતને જ પસંદ કર્યું. હું એક ગુજરાતી છું અને મને ગુજરાત પર ગર્વ છે જેથી મેં મારી પહેલી પસંદ ગુજરાતમાં ઉતારી.
આ દરમિયાન અર્જુનસિંહ હાડા એ વધુમાં કહ્યું હતું કે, એક્ટિંગ, ફિલ્મ મેકિંગ, ડીરેક્સન માટે ગ્રીન ચિલ્લી ઇન્સ્ટિટ્યૂટ એન્ડ પ્રોડક્શન પણ અહી ઓપન કરવામાં આવશે જેમાં એવા કલાકારોને શિખવાનો મોકો મળશે જેઓ મુંબઈ એક્ટિંગ સહિતની સ્કીલ શીખવા જાય છે. તેવા કલાકારો ને અમે અમારી ફિલ્મમાં બ્રેક થ્રુ પણ અપાવીશું જે તેમના માટે મહત્વનો મોકો રહેશે. હિતેશ ભીમાણી, નિયતિ પાઠક અને નિતેશ પીપરેકર પણ ગ્રીન ચિલ્લી ઇન્સ્ટિટ્યૂટ એન્ડ પ્રોડક્શનમાં જોડાશે.
તો અન્વેસી જૈને જણાવ્યું હતુ કે, હું ‘માં એન્ટરટેઈનમેન્ટ હાઉસ’થી ડેબ્યુ કરવા જઈ રહી છું આ મારી પહેલી બોલિવૂડ ફિલ્મ છે જેને લઈને હું એક્સાઈટેડ છે. તેથી પણ વધારે એક્સાઈટીંગ હું અહીં રહીને મારી ફિલ્મ કરવાની છુ તેનો મને વધારે આનંદ છે. હું એટલું જ કહીશ કે, મારા ઘણા ફેન ગુજરાતી છે અને હું અહીંથી જ મારી પહેલી ફિલ્મ કરવા જઈ રહી છું જે પ્રસંગ મારા માટે હંમેશા યાદગાર બની રહેશે.