યોગી પર હાલ ભારે દબાણ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઉત્તરપ્રદેશમાં લોકસભાની ૮૦ સીટો રહેલી છે. આ તમામ સીટો પર હિન્દુ મતદારોની ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. આવી સ્થિતીમાં આ જવાબદારી ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અને રૂઢીવાદી હિન્દુ નેતા યોગી આદિત્યનાથને મોટી જવાબદારી સોંપવામાં આવેલી છે. યોગી દિન રાત એક કરી રહ્યા છે. ચારેબાજુ  મતદારોને પ્રભાવિત કરવા માટે પહોંચી રહ્યા છે. હિન્દુ વોટરોને પ્રભાવિત કરવા માટે યોગી રહેલા છે. અપર કાસ્ટને સાધવા માટે ડોક્ટર નરોત્તમ મિશ્રાની પસંદગી કરવામાં આવી છે.

આ દિવસોમાં યુપીમાં છોટે મોદી તરીકે ગણાતા સુનિલ બંસલે તમામ તાકાતા લગાવી દીધી છે. સુનિલ બંસલને ટીમનો એક હિસ્સો બનાવી દેવામાં આવ્યો છે. આ ચારેય લોકો ભાજપના બિન પરંપરાગત મતને સાથે લાવવા માટેના પ્રયાસમાં લાગેલા છે. યોગી આદિત્યનાથ હિન્દુ વોટ બેંકને પાર્ટીની સાથે લાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે.

ચૂંટણીમાં જીતની ખાતરી કરવા માટે સંઘ દ્વારા પણ તમામ તાકાત લગાવી દેવામાં આવી છે. સંઘના લોકો તમામ ક્ષેત્રોમાં લાગેલા છે. જા કે અસર હાલમાં દેખાઇ રહી નથી. સંઘ અને યોગી સાથે મળીને ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીને પછડાટ આપવા માટેની નીતિ પર કામ કરી રહ્યા છે. યોગી પર સૌથી વધારે જવાબદારી છે. કારણ કે તેઓ રાજ્યના મુખ્યપ્રધાન પણ રહેલા છે. આવી સ્થિતીમાં તેમની પ્રતિષ્ઠા પણ યુપીમાં દાવ પર લાગેલી છે.

Share This Article