આખરે ગયા બુધવારે ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદના લીડર અને પુલવામાં હુમલાના માસ્ટરમાઇન્ડ મસુદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ આને ત્રાસવાદ સામેની લડાઇમાં મોટી જીત તરીકે ગણવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તેને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરીને તેની સંપત્તિ જપ્ત કરવાનો સભ્ય દેશોને આદેશ કર્યો છે. સાથે સાથે તેના ફંડિંગ પર બ્રેક મુકી દેવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રે પોતાની સુરક્ષા પરિષદની વૈશ્વિક ત્રાસવાદીની યાદીમાં મસુદનો સમાવેશ કર્યો છે. આ ચોક્કસપણે ભારત સરકારની રાજદ્ધારી મોરચે મોટી જીત થઇ છે.
પુલવામાં હુમલાના તરત બાદ માર્ચ મહિનામાં કરવામાં આવેલી કાર્યવાહીના કારણે સંયુક્ત રાષ્ટ્ર પર દબાણ આવ્યુ હતુ. ભારતની કાર્યવાહી પર ચીન દ્વારા વિટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જા કે ભારત દ્વારા ત્યારબાદ પણ પ્રયાસો જારી રાખવામાં આવ્યા હતા. આખરે ભારતની જીત થઇ છે. ચીનને પણ પછડાટ મળી ગઇ છે. ત્રાસવાદ પર અંકુશ મુકવા માટેના પ્રયાસ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને દુનિયાના અન્ય દેશો દ્વારા કરવામાં આવી રહ્યા હતા. પરદા પાછળ જારદાર રાજકીય હિલચાલ ચાલી રહી હતી. આ રાજદ્ધારી બાબતોમાં ભારતે બાજી મારી લીધી છે. ચીનને પણ આ બાબતની ખબર પડી ગઇ હતી કે પાકિસ્તાન સાથે મિત્રતા નિભાવવાના ચક્કરમાં તેની છાપને ફટકો પડી રહ્યો છે. સાથે સાથે ત્રાસવાદની સામે લડાઇમાં તેની અડચણોના કારણે તેને નુકસાન થઇ રહ્યુ છે. ચીનની જે કંઇ પણ શંકા હતી તે શંકા પણ દુર કરવામાં અન્ય દેશોએ ભૂમિકા અદા કરી હતી.
પરિણામ એ રહ્યુ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આખરે મસુદ પર પ્રતિબંધ મુકી દીધો છે. છેલ્લે Âસ્થતી એ રહી હતી કે મસુદને બચાવનાર કોઇ દેશ ન રહેતા તેને વૈશ્વિક ત્રાસવાદીની યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યો હતો. મુંબઇ ત્રાસવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદનુ નામ વૈશ્વક ત્રાસવાદીઓની યાદીમાં પહેલાથી જ સામેલ કરવામાં આવી ચુક્યુ છે. ૨૬મી નવેમ્બર ૨૦૦૮ના દિવસે મુંબઇ પર કરવામાં આવેલા હુમલા બાદ તરત ૧૦મી ડિસેમ્બર ૨૦૦૮ના દિવસે હાફિઝને વૈશ્વક યાદીમાં મુકી દેવામાં આવ્યો હતો. બંને મામલામાં અંતર એ છેકે હાફિઝનો કાશ્મીર સાથે કોઇ લેવાદેવા ન હતા. જ્યારે મસુદને ત્રાસવાદી યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. કારણ કે તે જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી ગતિવિધીમાં સામેલ રહ્યો છે. આનો અર્થ એ છે કે ત્રાસવાદના મુદ્દા પર વૈશ્વિક સમુદાય હવે ભારતના અવાજને સાંભળે છે. બીજી બાબત એ છે કે અમેરિકાનો હાથ પોતાના પરથી દુર થઇ ગયા બાદ પાકિસ્તાનની હાલત વધુને વધુ ખરાબ થઇ રહી છે. હવે ચીન પણ પાકિસ્તાનની સાથે દેખાઇ રહ્યુ નથી. હવે ચીનના ભરોસે પણ તે દક્ષિણ એશિયામાં ત્રાસવાદી ગતિવિધીને જારી રાખી શકશે નહીં. હજુ પણ વૈશ્વિક દેશોને સમજી લેવાની જરૂર છે કે એકબે ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં. વિશ્વના દેશોએ ભારતની સાથે આવી જ રીતે ત્રાસવાદ મુદ્દા પર ઉભા રહેવુ પડશે.