અમદાવાદ : આઇટીસીના ફૂડ્સ ડિવિઝને પોતાની ફ્રૂટ બેવરેજીસની બી નેચરલ શ્રેણીમાં વધુ એક વિલક્ષણ ઉત્પાદન લોન્ચ કર્યું છે. દેશનાં પ્રથમ પ્રીમિયમ ફ્રૂટ બેવરેજીસ, જે એસેપ્ટિક (જંતુમુક્ત) પેટ બોટલ્સમાં ઉપલબ્ધ છે તથા જેમાં કોઈ એડેડ પ્રીઝર્વેિટવ્સ નથી. ફ્રૂટ જ્યુસ અને બેવરેજીસનું ઉત્પાદન જે રીતે થાય છે તેમાં ગયા વર્ષે, આ બ્રાન્ડે નમૂનારૂપ પરિવર્તન કર્યું હતું. બી નેચરલના આખી શ્રેણી આયાત કરાયેલા કોન્સન્ટ્રેટ્સમાંથી નહીં પણ માત્ર ભારતીય ખેડૂતો પાસેથી મેળવવામાં આવેલાં ભારતીય ફળોમાંથી બનાવવામાં આવી છે. આ શ્રેણીમાં કશુંક વિભિન્નતાસભર આપવાની પ્રતિબદ્ધતા સાથે સુસંગત રહેતા, બ્રાન્ડે પર્યાવરણ સ્નેહી એસેપ્ટિક પેટ બોટલ્સમાં ભારતના પ્રથમ પેકેજ્ડ પ્રીમિયમ ફ્રૂટ બેવરેજીસ લોન્ચ કર્યા છે, જે નો એડેડ પ્રીઝર્વેિટવ્સ સાથે છે. આઇટીસી લિમિટેડના ડેરી એન્ડ બેવરેજીસના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી સંજય સિંગલ અને બ્રાન્ડ એમ્બેસેડર શિલ્પા શેટ્ટી કુંદરાએ એક કાર્યક્રમમાં નવા ઉત્પાદનનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે જાણીતી અભિનેત્રી અને સુખાકારી ઉત્સાહી શિલ્પા શેટ્ટી કુંદરાએ જણાવ્યું હતું કે, ભારતીય ગ્રાહકો માટે ફળોનાં રસના ઉપભોગના અનુભવને નવેસરથી આકાર આપવા બી નેચરલ જે રીતે પ્રતિબદ્ધ છે એનાથી મને ઘણો આનંદ થયો છે.
માતા તરીકે આપણે હંમેશાં આપણા પરિવારો માટે આપણે એવી બ્રાન્ડની સતત તલાશમાં હોઈએ છીએ જેના પર આપણે વિશ્વાસ મૂકી શકીએ. ભારતીય ખેડૂતો અને પર્યાવરણ પ્રત્યે પોતાના યોગદાન અંગે સજાગ હોય એવા દરેક ભારતીય માટે આ ચોકક્સપણે એક સકારાત્મક પગલું છે. ભારતીય ખેડૂતો પાસેથી સીધા જ મેળવવામાં આવેલાં ફળોમાંથી બી નેચરલના ફ્રૂટ બેવરેજીસ બનાવવામાં આવે છે, આ રીતે તે ભારતીય કૃષિ અર્થતંત્રનું સશક્તીકરણ કરે છે. લોન્ચ કરાયેલી રેન્જમાં ત્રણ વૈવિધ્યોનો સમાવેશ થાય છે જે ભારતીય સ્વાદને અનુરુપ છે – હિમાલયન મિક્સ્ડ ફ્રૂટ, રત્નાગિરી આલ્ફાન્સો અને દક્ષિણ પિન્ક ગુઆવાનો સમાવેશ થાય છે, જે હિમાલય, રત્નાગિરી અને દક્ષિણ કર્ણાટકની નૈસર્ગિક ફળવાડીમાંથી મેળવવામાં આવેલાં ફળોમાંથી બનાવવામાં આવ્યાં છે.
આ શ્રેણી દેશભરમાંના તમામ મોટા માર્ડન ટ્રેડ તથા જનરલ ટ્રેડ સ્ટોર્સમાં ઉપલબ્ધ હશે લાન્ચ પ્રસંગે બોલતા આઇટીસી લિમિટેડના ડેરી અને બેવરેજીસના ચીફ ઓપરેટિંગ આૅફિસર શ્રી સંજય સિંગલે જણાવ્યું હતું કે, આ ઉત્પાદન શ્રૃંખલા ભારતીય ફ્રૂટ બેવરેજીસ ક્ષેત્રમાં ઉપલબ્ધ અન્ય ઉત્પાદન કરતાં સાવ અલગ છે. ગ્રાહકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બની રહ્યા છે અને પૅકેજ્ડ ઉત્પાદનની અંદર શું જાય છે એ તેઓ જાણવા માગે છે. બી નેચરલના પ્રાકૃતિક લક્ષણને સુસંગત રહીને અમે આજે પ્રીમિયમ ઈન્ડિયન ફ્રૂટ્સના શ્રેષ્ઠમાંથી બનાવેલાં ફળોનાં પીણાંની શ્રેણી લાન્ચ કરી રહ્યા છીએ, જેના પેકેજિંગ માટે એસ્પેટિક પેટ એ અદ્યતન અને સુરક્ષિત બેવરેજ ટેક્નાલાજીનો ઉપયોગ કરાય છે જેનાથી ખાતરી રહે છે કે આ પીણાં કોઈ પણ જાતના પ્રીઝર્વેિટવ્સ ઉમેર્યા વિના બનાવવામાં આવ્યા છે.
આઇટીસી બી નેચરલમાં અમે એ વાતમાં હંમેશાં ગર્વ લઈએ છીએ કે અમારી આખી શ્રેણી આયાત કરાયેલા કાન્સન્ટ્રેટમાંથી નહીં પણ માત્ર આપણા પોતાના ખેડૂતો પાસેથીપ્રાપ્ત કરાયેલા ૧૦૦ ટકા ભારતીય ફળોમાંથી બનાવવામાં આવે છે. ભારતના ફળ વર્તુળાકાર અર્થતંત્ર પર સકારાત્મક રીતે અસર કરવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતાને સુદૃઢ કરતા, રિસાઈકલિંગની માળખાકીય સુવિધા સાથે પૂર્ણપણે સુસંગત અને ચડિયાતી ગુણવત્તા ધરાવતા ફૂડ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલી પારદર્શક એસેપ્ટિક પેટ બોટલ્સ શ્રેણીમાં આ જ્યુસ આપવામાં આવે છે. જ્યુસના ત્રણ વૈવિધ્યો જે બજારોમાં લોન્ચ કરાયા છે ત્યાં સામાન્ય વેચાણ અને મોડર્ન વેચાણ આઉટલેટ્સમાં તથા ઈ-કોમર્સ મંચ પર તે ઉપલબ્ધ હશે.