અસ્થમા પિડિતો માટે ઇનહેલરનો પ્રયોગ વધારે અસરકારક સાબિત થાય છે. જો કે આ સંબંધમાં નિષ્ણાંત તબીબો કહે છે કે દર્દીઓને ઇનહેલરનો પ્રયોગ કરતી વેળા મો ખોલવુ જાઇએ નહી. દવા સીધી રીતે ફેફસામાં પહોંચે તે માટે ઇનહેલર લેતી વેળા મોને ખોલવાથી દવા ગળામાં જ રહી જાય છે. શ્વાસની નળીમાં પહોંચી શકતી નથી. આના કારણે દર્દીને આરામ પણ મળી શકતા નથી. હાલમાં જ કરવામાં આવેલા એક નવા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે ઇનહેલરનો યોગ્ય રતે ઉપયોગ ન કરવાની સ્થિતીમાં ગળામાં કેન્સરનો ખતરો વધી જાય છે. જેથી ઇનહેલરના ઉપયોગ કરતા પહેલા તબીબ પાસેથી પુરતી માહિતી મેળવી લેવી જોઇએ. દર્દીએ તમામ માહિતી એકત્રિત કરી લેવી જોઇએ. આયુર્વેદમાં પણ દર્દીને બાપ મારફતે ઇનહેલર આપવામાં આવે છે. અશોકના પત્તાને ગરમ પાણીમાં ઉકાળી લેવામાં આવે છે. ત્યારબાદ તેની બાપ લેવાની સ્થિતીમાં ફાયદો થાય છે.
અસ્થમા દિવસની ઉવજણી કરવામાં આવનાર છે ત્યારે તેના સંબંધમાં તમામ પ્રકારની માહિતી આપવામાં આવનાર છે. આ વખતે તેની થિમ એલર્જી એન્ડ અસ્થમાં રાખવામાં આવી છે. લાંબા સમય સુધી અલર્જી પણ દમ માટે કારણ બની શકે છે તે બાબત તો વિજ્ઞાનના અભ્યાસમાં પણ સાબિત થઇ ચુકી છે. સાતમી મેન દિવસે સામાન્ય લોકોમાં અને દર્દીઓમાં જાગૃતિ જગાવવા માટેના જુદા જુદા કાર્યક્રમ યોજવામાં આવનાર છે. અસ્થમાં કોઇ પણ વયમાં થતી બિમારી પૈકીની એક બિમારી છે. આના માટે આયુર્વેદ અને તબીબી બંને રીતે સારવાર શક્ય રહેલી છે. જો કે દર્દીઓને કેટલીક પ્રકારન સાવચેતી તો હમેંશા રાખવી જોઇએ.