અસ્થમા અથવા તો દમ શ્વાસ સાથે જોડાયેલી એક બિમારી તરીકે છે. શ્વાસની નળીમાં સોજા અને સંકુચન હોવાની સ્થિતીમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ફેફસા પર દબાણઅને શ્વાસ ફુંલવા લાગી જાય છે. ખાંસી અને છાતીમાં દબાણ આવે છે. જેથી ઉંઘ કરતી વેળા અવાજ આવે છે. અસ્થમાની તકલીફ કોઇ પણ સમય પર થઇ શકે છે. આને માટે કોઇ ખાસ વય હોતી નથી. અસ્થમા કોઇ પણ વયમાં થઇ શકે છે. વર્ષ ૨૦૧૯ માટે વિશ્વ અસ્થમા દિવસની થિમ એલર્જી એન્ડ અસ્થમા છે. દેશમાં અસ્થમાના ૨૦ ટકા એવા દર્દી છે જેમની વય ૧૪ વર્ષથી નીચેની છે. અસ્થમા પણ એક પ્રકારન એલર્જી છે. પરંતુ એલર્જી અને અસ્થમાં વચ્ચે ખુબ અંતરની સ્થિતી રહેલી છે. શરીર જ્યારે વારંવાર એલર્જીવાળી ચીજોના સંપર્કમાં આવે છે ત્યારે અસ્થમાનો અટેક થાય છે. આને એલર્જિક અસ્થમા કહેવામાં આવે છે. જા કોઇ વ્યક્તને માત્ર એલર્જી છે તો તેને એ વખત સુધી પરેશાની થાય છે જ્યાં સુધી તે એ ચીજના સંપર્કમાં રહે છે.
આના કારણે અસ્થમાનો ખતરો ૪૦ ટકા સુધી વધી શકે છે. અસ્થમાથી બચવા માટે જુદા જુદા પ્રયોગ કરવામાં આવે છે. અસ્થમાથી બચવા માટે કેટલી બાબતો પર ધ્યાન આપવામાં આવે જરૂરી છે.જાણકાર લોકો અને નિષ્ણાંતો કહે છે કે ઘરમાં સફાઇ કરવામાં આવે તે ત્યારે મો અને નાંકને સારી રીતે ઢાકી દેવામાં આવે તે જરૂરી છે. બેડશીટ, સોફા કવર, પરદાની નિયમિત સફાઇ કરવામાં આવે તે જરૂરી છે. ઓસિકાના વર પર એલર્જના રજકણ હોય છે. જેથી સપ્તાહમાં એક વખત ચોક્કસપણે બદલી નાંખવામાં આવે તે જરૂરી હોય છે. કારપેટના પ્રયોગથી પણ બચવાની જરૂર હોય છે. ઘરમાં છો તો છ મહિનામાં એક વખત ડ્રાય્લીન કરાવી લેવાની જરૂર છે. એસી, કુલરની સામેથી તરત તાપમાં જવુ જાઇએ નહીં. વધારે પડતી ઠંડી ચીજો અને વધારે પડતી ગરમ ચીજાનો ઉપયોગ કરવો જોઇએ નહીં. નિયમિત લાઇફસ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે.
નિર્ધારિત કરવામાં આવેલા ગાળા દરમિયાન જ ઉંઘવામાં આવે અને ભરપુર ઉંઘની મજા માણવી જોઇએ. ટેન્શન લેવાથી પણ બચવાની જરૂર હોય છે. જે ચીજાથી તકલીફ વધે છે તે ચીજાનો ઉપયોગ કરવો જાઇએ નહીં. એક વખતમાં વધારે ખાવાથી પણ બચવાની જરૂર હોય છે. રાત્રી ગાળા દરમિયાન ઉંઘ લેતા પહેલા બે કલાક પહેલા સુધી હળવા ભોજનની જરૂર હોય છે. ૧૫ મિનિટ માટે વોક કરવાની પણ જરૂર હોય છે. સાતમી મેના દિવસે અસ્થમા દિવસની ઉજવણી કરવામા ંઆવે છે. જાણકાર તબીબો કહે છે અસ્થમાના કેટલાક પ્રકાર હોય છે. ઘરમાં ઘુળ, રજકણ, વાયુ પ્રદુષણ, સ્થાનિક જાનવર,કોક્રોચથી દર્દીન તકલીફ વધી શકે છે. આનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. છીંક અને ખાંસી આવે છે. નોન એલર્જિક અસ્થમા, વધારે ટેન્શનના કારણે સર્દી, ખાંસી થાય છે. વધારે પ્રમાણમાં કસરત કરવાથી પણ અસ્થમાની તકલીફ થાય છે. જેમની રોગ પ્રતિકારક ક્ષમતા કમજાર હોય છે. આવા લોકો જ્યારે વધારે પ્રમાણમાં કસરત અને શારિરિક ગતિવિધી કરે છે ત્યારે તેમને એક્સરસાઇઝ ઇન્ડ્યુસ અસ્થમાં થઇ જાય છે. કારીગરોમાં અસ્થમાની તકલીફ વધારે જાવા મળે છે. નિયમિત એક પ્રકારના કામ દરમિયાન અસ્થમાના અટેક થાય છે. બાળકોમાં પણ અસ્થમા થાય છે. ચાઇલ્ડ ઓનસેટ અસ્થમા બાળકોને થાય છે. જો કે વયન સાથે તેનો અંત આવે છે.
નાના બાળકોમાં ડર અને ટેન્શનના કારણે અસ્થમા થાય છે. માનસિક દબાણ અને ટેન્સનથી હાર્મોનનુ સંતુલન બગડી જાય છે. જેથી આ સમસ્યા ઉભી થાય છે. આના કારણે ફેફસા અને શ્વાસ તંત્રની નળીઓ સંકુચિત થઇ જાય છે. અસ્થમાના સંબંધમાં તબીબો કહે છે કે અસ્થમા માટે ફેફસા અથવા તો પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, સ્કીન ટેસ્ટ, પેચ ટેસ્ટ અને બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે છે. પીક ફ્લો અને સ્પાઇરોમેટ્રી ટેસ્ટ પણ ફેફસાની ક્ષમતા અને કામની સ્થિતીની ચકાસણી માટે કરવામાં આવે છે. ફેંફસા કેટલી શ્વાસ ભરે છે. અને કેટલી કાઢે છે તે માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. લાંબા સમયથી એલર્જી પરણ દમ માટે કારણરૂપ હોઇ શકે છે તે બાબતને હમેંશા ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે.