કોલંબો : શ્રીલંકામાં ઈસ્ટર રવિવારના પ્રસંગે આઠ સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી દેશને હચમચાવી મુકનાર આત્મઘાતી આતંકવાદીઓએ કાશ્મીર અને કેરળમાં ટ્રેનિંગ લીધી હતી. શ્રીલંકાના સેના પ્રમુખે કહ્યું છે કે આ આતંકવાદીઓએ ટ્રેનિંગ લેવા અથવા તો અન્ય આતંકવાદી સંગઠનો સાથે પોતાના સંબંધોને મજબૂત કરવા માટે ભારતના આ બે રાજ્યોની મુલાકાત લીધી હતી. હુમલો કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વખત છે જ્યારે શ્રીલંકાએ કોઈ સુરક્ષા અધિકારીએ સત્તાવાર રીતે કબુલાત કરી છે કે આતંકવાદીઓએ ભારતની મુલાકાત લીધી હતી.
ભારતે હુમલાથી થોડાક દિવસ પહેલા જ શ્રીલંકાને આ સંદર્ભમાં ચેતવણી આપી હતી. એક મહિલા સહિત નવ આત્મઘાતી બોમ્બરોએ ત્રણ ચર્ચ અને ત્રણ લકઝરી હોટલોને ટાર્ગેટ બનાવીને બ્લાસ્ટ કર્યા હતા. શ્રીલંકામાં ૨૧મી એપ્રિલના દિવસે પવિત્ર ઇસ્ટરના પર્વ પર કરવામાં આવેલા સિરિયલ બોંબ બ્લાસ્ટમાં મોતનો આંકડો ૩૦૦ ઉપર પહોંચ્યો હતો. આ બ્લાસ્ટના સંદર્ભમાં હજુ સુધી ૨૫થી વધુની ધરપકડ કરવામાં આવી ચુકી છે. ઇસ્ટર પર્વ પર એક પછી એક આઠ પ્રચંડ બોમ્બ ધડાકા થયા હતા. જેના કારણે સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું . હુમલાખોરોએ ચર્ચ અને હોટલોને ટાર્ગેટ બનાવીને આ વિનાશક હુમલા કર્યા હતા. સિરિયિલ બોમ્બ બ્લાસ્ટથી સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું. એક પછી એક બ્લાસ્ટનો સીલસીલો શરૂ થયો હતો. ત્રણ ચર્ચ અને કેટલીક હોટલોને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. પ્રથમ બ્લાસ્ટ કોલંબોમાં સેન્ટએન્ટની ચર્ચ અને બીજા બ્લાસ્ટ પાટનગરની બહાર નેગોમ્બો વિસ્તારમાં સેબેસ્ટીયન ચર્ચમાં કરાયો હતો. ત્રીજા બ્લાસ્ટ પૂર્વીય શહેર બાટીકોલોવામાં ચર્ચામાં થયો હતો.
ઉપરાંત જે હોટલોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા તેમાં સાંગરીલા, સીનામોન અને કિંગ્સબેરીનો સમાવેશ થાય છે. શ્રીલંકાના સેના પ્રમુખે કહ્યું છે કે આતંકવાદીઓએ હુમલો કરતા પહેલા કેરળ અને કાશ્મરમાં ટ્રેનિંગ લીધી હતી. આ સંદર્ભમાં પુરાવા પણ મળી રહ્યા છે. ગતિવિધિઓના સંદર્ભમાં પૂછવામાં આવતા સેના પ્રમુખે કહ્યું હતું કે તેમની ગતિવિધિ અંગે માહિતી મળી શકી નથી પરંતુ ચોક્કસપણે તેઓ કેટલાક પ્રકારની આતંકવાદી ટ્રેનિંગ અને આતંકવાદી સંગઠનો સાથે સંપર્ક સ્થાપિત કરવાના ઈરાદા સાથે ગયા હતા. આ આતંકવાદી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ દ્વારા લેવાઈ હતી. જાકે આને લઈને પણ દુવિધા રહેલી છે.