શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબુબ મુફતીએ આજે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયરની જાહેરાત કરવાની માંગ કરી છે. સુરક્ષા દળો અને કેન્દ્ર સરકારને આ મુજબની માંગ કરવામાં આવી છે. રમજાનના મહિનાની શરૂઆત પહેલા મહેબુબા મુફતીએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે યુદ્ધ વિરામની હજુ જરૂર દેખાઈ રહી છે.
મહેબુબાએ અપીલ કરતા કહ્યું હતું કે કાશ્મીરના લોકોને શાંતિ આપવા અને રમજાનના પાક મહિનાને ધ્યાનમાં લઈને ખીણમાં કોઈ કાર્યવાહી ન કરાય તે જરૂરી છે. આ ઉપરાંત મહેબુબાએ ત્રાસવાદીઓને પણ હુમલા ટાળવા માટેની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે રમજાનની શરૂઆત થઈ રહી છે લોકો મસ્જિદમાં જાય છે. આ વર્ષે પણ યુદ્ધ વિરામ જાહેર કરાય તે જરૂરી છે. જાે વિતેલા વર્ષોમાં આતંકવાદીઓએ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને હંમેશા હુમલા કર્યા છે. આવી સ્થિતિમાં રમજાનના પવિત્ર મહિના દરમિયાન પણ યુદ્ધ વિરામની જાહેરાત ન કરવામાં આવે તેમ લોકો માને છે.