સેક્સમાં જોશ વધારી દેવા માટે કેટલીક વખત લોકો દવાઓનો આડેધડ ઉપયોગ કરી નાંખે છે. પરંતુ આ તમામ પ્રકારની દવાની આડ અસર ખુબ ખતરનાક હોય છે. આ બાબતથી સાવધાન રહેવાની જરૂર છે. વૈજ્ઞાનિક અભ્યાસ બાદ પણ હવે તો આ બાબત સાબિત થઇ ચુકી છે. આ પ્રકારની દવાના કારણે કેટલીક વખત લેવાના દેવા પડી શકે છે. સેક્સ સંબંધિત લોકપ્રિય દવા વાયગ્રાના ઓવરડોઝ ખુબ ખતરનાક સાબિત થઇ શકે છે. વાયગ્રાના ઓવરડોઝ આપની આંખની રોશનીને હમેંશા માટે નુકસાન કરી શકે છે.
આ બાબત પણ પોતાના પ્રકારના પ્રથમ અભ્યાસમાં સપાટી પર આવી છે. અમેરિકાના કેટલાક સંશોધકો એવા તારણ પર પહોંચી ગયા છે કે વાયગ્રાના ઓવરડોઝ આપની આંખને ભારે નુકસાન કરી શકે છે. એક ૩૧ વર્ષીય દર્દી તબીબની પાસે ઇમરજન્સીમાં આંખની ફરિયાદને લઇને પહોંચ્યો હતો. તેની ફરિયાદ હતી કે બે દિવસથી તેની આંખથી તમામ ચીજો લાલ દેખાઇ રહી છે. આ વ્યક્તિએ એમ પણ કહ્યુ હતુ કે વાયગ્રા નામની દવા લીધા બાદ તેને આવુ શરૂ થયુ હતુ.
આ દવા નોર્મલ ડોઝ લેવા પર આંખોને નુકસાન કરે છે. જો કે સામાન્ય રીતે ૨૪ કલાકમાં સમસ્યા ખતમ થઇ જાય છે. આ દર્દીએ તબીબને કહ્યુ હતુ કે તેને નોર્મલ ડોઝ ૫૦ એમજી કરતા વધારે ડોઝ લઇ લીધો હતો. તેના થોડાક સમય બાદ સમસ્યા શરૂ થઇ ગઇ હતી. ત્યારબાદ તેના રેટિનામાં ટોÂક્સક્સ જોવા મળ્યા હતા. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વેચાતી દવાઓમાં સ્થાન ધરાવતી અને સેક્સ પાવરમાં વધારો કરતી વાયગ્રા દવામાં રહેલા સક્રિય ઘટકોના કારણે હૃદય સાથે જોડાયેલી તકલીફો ઓછી થાય છે.
નવા અભ્યાસમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યો છે. મિન્નેસોટામાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વાયગ્રામાં સક્રિય ઘટકતત્વો હાર્ટ સાથે સંબંધિત તકલીફોને ઘટાડવામાં ઉપયોગી છે. સંસોધકોએ હાર્ટ ફેલિયોરની તકલીફ ધરાવતા કુતરાઓ સહિત જુદા જુદા પ્રાણીઓ ઉપર અભ્યાસ કર્યા બાદ આ મુજબનો દાવો કર્યો છે. અભ્યાસ કારોને જાણવા મળ્યું છે કે, આ દવાઓમાં રહેલા ઘટકતત્વો હાર્ટની સ્થિતિને સુધારે છે. આ દવા એવા તત્વોને ઘટાડે છે જે તત્વો હાર્ટની તકલીફ માટે જવાબદાર હોય છે. એનિમલ મોડલમાં એક પ્રકારની થેરાપી તૈયાર કરવામાં આવી છે.
નવા અભ્યાસના તારણો સપાટી પર આવ્યાં બાદ આવનાર સમયમાં દર્દીઓની સફળ સારવાર માટે નવી આશા જાગી છે. જોકે, આ ઘટકતત્વો કઇ રીતે કામ કરે છે તે અંગે માહિતી આપવામાં આવી નથી. કેટલાક નિષ્ણાંતો અભ્યાસના તારણો સાથે સહમત નથી. નપુંસકતા વિરોધી દવા વાયગ્રાના હકારાત્મક અને નકારાત્મક પાસાઓ અંગેના સમાચાર વારંવાર મીડિયામાં પ્રકાશિત થતાં રહે છે. આ દવાઓને લઇને વિશ્વભરમાં હોબાળો મચી ચૂક્યો છે. કેટલાક દર્દીઓના મોત પણ થયાં છે. જેથી દવા સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યાં હતાં. નવા અભ્યાસના તારણો હાલમાં પ્રકાશિત કરાયા છે.
તબીબોના કહેવા મુજબ આના સંબંધ સીધી રીતે વાયગ્રા દેવાની સાથે હતા. કેટલાક પ્રકારની સારવાર બાદ પણ તેની આંખને ફાયદો થયો ન હતો. વાયગ્રાની આડ અસરને લઇને વિતેલા વર્ષોમાં પણ કેટલાક નકારાત્મક પરિણામ સપાટી પર આવી ચુક્યા છે. વાયગ્રાને લઇને કેટલાક વિરોધાભાસી રિપોર્ટના તારણ આવ્યા છે. કેટલાક અભ્યાસમાં આ દવાના ઉપયોગથી ફાયદો થાય છે તેમ પણ કહેવામાં આવ્યુ છે. જેમાં કહેવામાં કહેવામાં આવ્યુ છે કે હાર્ટ સાથે સંબંધિત તકલીફને દુર કરવામાં તેની ભૂમિકા રહેલી છે. જો કે નવા અભ્યાસમાં દાવો કરવામા આવ્યો છે કે વાયગ્રા દવાને સાવધાનીપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તે નુકસાન થાય છે. આંખને પણ નુકસાન થઇ શકે છે. નવા અભ્યાસના દાવા આ પ્રકારની દવા લેતા લોકોને સાવધાન કરશે.