મુંબઇ : બોલિવુડમાં હજુ સુધી ભલે અભિનેતા ઇમરાન હાશ્મીને સિરિયલ કિસર તરીકે ગણવામાં આવે છે. તેને ભલે સૌથી સારા કિસર તરીકે ગણવામાં આવે. પરંતુ હવે તેની જગ્યા ટાઇગર શ્રોફ લેતો નજરે પડી રહ્યો છે. ટાઇગર શ્રોફ હાલના દિવસોમાં પોતાની નવી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ના પ્રમોશનમાં વ્યસ્ત બનેલો છે. તેની ફિલ્મને લઇને તે આશાવાદી પણ છે. ફિલ્મમાં તેની સાથે તારા સુતરિયા અને અનન્યા પાન્ડે કામ કરી રહી છે. આ બંને અભિનેત્રી ફિલ્મ મારફતે તેની એન્ટ્રી કરી રહી છે. બંને સ્ટાર ટાઇગરને સારા કિસર તરીકે ગણે છે. અનન્યા પાન્ડેએ તો અહીં સુધી કહ્યુ છે કે ટાઇગરની સાથે તેનો કિસિંગ સીન તેના બેસ્ટ કિસ તરીકે છે. ટાઇગર હાલના દિવસોમાં તેની બંને સ્ટાર અભિનેત્રીઓની સાથે એક રેડિયો શોમાં પહોંચી ગયો હતો.
એ વખતે અનન્યા પાન્ડેને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે અનન્યા પાન્ડે દ્વારા આ જવાબ આપવામાં આવ્યો હતો. ટાઇગર શ્રોફ સાથે લિપ લોક સીન અંગે પુછવામાં આવતા આ જવાબ અનન્યા પાન્ડે દ્વારા આપવામાં આવ્યો હતો. અનન્યા પાન્ડેએ કહ્યુ છે કે આ ફિલ્મ પહેલા તે કોઇની સાથે કિસિંગ સીનમાં પડી નથી. અનન્યા પાન્ડેએ ટાઇગર શ્રોફને બેસ્ટ કિસર તરીકે ગણાવીને તેની પ્રશંસા કરી છે. તે કઇ ચીજમાં બેસ્ટ છે તે અંગે પુછવામાં આવતા ટાઇગરે કહ્યુ હતુ તે કઇ ચીજમાં બેસ્ટ છે તે અંગે તેને પણ માહિતી નથી.
આના જવાબમાં તારા સુતરિયાએ કહ્યુ હતુ કે તે કઇ ચીજમાં બેસ્ટ છે તે અંગે તેની પાસે કોઇ માહિતી નથી. સ્ટુડન્ટ ઓફ ધ યરમાં મુંબઇ દિલ્હી કી કુડીમાં તારા અને અનન્યા પાન્ડે બંને સ્ટારને લિપ લોક સીન કરી રહ્યો છે. આ ફિલ્મને પુનિત મલહોત્રા નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ ૧૦મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને યુવા પેઢી ભારે ઉત્સુક છે.