લખનૌ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે કોંગ્રેસ અને સપા-બસપા ગઠબંધન પર આક્રમક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ લોકો માત્ર દેખાવ પુરતા અલગ છે. બાબરની ઓલાદવાળા પોતાના નિવેદન પર ચુંટણી પંચ તરફથી નોટિસ મળ્યા બાદ યોગીએ કહ્યું હતું કે આ નિવેદન આચારસંહિતાના ભંગ તરીકે નથી. તેઓએ પારસ્પરિક વાતચીતને રેલીમાં માત્ર કોટ કરીને કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે પારસ્પરીક વાતચીતને કોઈ જગ્યાએ કોટ કરવાની બાબત આચારસંહિતામાં આવતી નથી.
યોગીએ ઉમેર્યું હતું કે એવી કોઈ જગ્યાએ લખી નથી કે આડેધડ નિવેદન માત્ર તેઓ જ કરે છે. ચુંટણીમાં શું નિવેદન કરાશે તેને લઈને આચારસંહિતાની ચિંતામાં રહેતા નથી. યોગીએ કહ્યું છે કે આક્રમક પ્રહારો કરવામાં નહીં આવે તો મંચ પર અમે શું કરીશું. કોઈ ભજન કરવા માટે મંચ પર આવતા નથી. વિરોધીઓને ઉખાડી ફેંકવા માટે ઉમેદવારો અને હરીફો મંચ પર આવે છે. સપા અને બસપા ગઠબંધનના ઉમેદવારને યોગીએ બાબરની ઓલાદ કહ્યું હતું.