તારા સુતરિયા પ્લેબેક સિંગર બનવા માટે ઇચ્છા ધરાવે છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : ખુબસુરત તારા સુતરિયા કરણ જોહરની ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે ઇચ્છુક છે. ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ મારફતે તારા સુતરિયા જારદાર એન્ટ્રી કરવા જઇ રહી છે. જો કે તે ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ જોરદાર ચર્ચા જગાવી રહી છે. તે ચર્ચામાં રહેવા માટે કેટલાક કારણ પણ છે. એમાં એક કારણ એ છે કે તે સિંગિંગ ટેલેન્ટ પણ ધરાવે છે. તે હવે પ્લે બેક સિગિંગના ક્ષેત્રમાં પણ ભાગ્ય અજમાવવા માટે ઇચ્છુક છે. તે પોતાની ફિલ્મના ગીતો પોતે ગાવવા માટેની ઇચ્છા ધરાવે છે. તારા સુતરિયાએ કહ્યુ છે કે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તે પહેલાથી ઇચ્છુક હતી.

જો કે બોલિવુડમાં કેરિયર બનાવવા માટેનુ તેનુ સપનુ રહ્યુ નથી. હવે જ્યારે બોલિવુડમાં એન્ટ્રી કરી ગઇ છે ત્યારે તેની ઇચ્છા કમ સે કમ પોતાની ફિલ્મોના ગીત ગાવવા માટેની રહેલી છે. એક ઇન્ટરવ્યુમાં તારા સુતરિયાએ કહ્યુ હતુ કે તે ૧૫ વર્ષની વયથી સ્ટેજ પરફોર્મ કરી રહી છે. તેનુ કહેવુ છે કે તે સારી રીતે જાણે છે કે તે એક દિવસે સિંગર પરફોર્મર બની જશે. તેનુ કહેવુ છે કે તેના પર જે  ગીતો બનનાર છે તે તમામ ગીતો તે પોતે ગાવવા માટે ઇચ્છુક છે.

તેનુ કહેવુ છે કે ટુંક સમયમાં જ ચાહકોને તેના સિંગિગ ટેલેન્ટને જાવાની પણ તક મળી જશે. ખુબ ઓછા લોકોની પાસે આ માહિતી છે કે તારા સુતરિયા કેટલાક સોલો કોન્સર્ટમાં પરફોર્મ કરી ચુકી છે. કેટલાક ઇન્ટરનેશનલ સ્ટાર્સની સાથે ગીત રિકોર્ડ કરાવી ચુકી છે. હવે તારાને સ્ટુડન્ટ ઓફ ધ યર મારફતે અભિનેત્રી તરીકે એન્ટ્રી કરવાની તક મળી રહી છે. પોતાની ભૂમિકાને લઇને આશાવાદી છે. ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ અને અનન્યા પાન્ડે નજરે પડનાર છે. તારા અને અનન્યા પાન્ડે એક સાથે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તેમને પ્રથમ ફિલ્મ જ કરણ જોહરની મળી છે.

Share This Article