ફેની તોફાનની સાથે સાથે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભુવનેશ્વર-પુરી : બંગાળના અખાતમાં સર્જાયેલા અને મોડેથી વિકરાળ બની ચુકેલા ફેની તોફાન આજે ઓરિસ્સાના દરિયાકાઠાના વિસ્તારમાં પૂર્ણ તાકાત સાથે ત્રાટક્યુ હતુ. તેની જોરદાર અસર હેઠળ ઓરિસ્સાના ધાર્મિક શહેર પુરી સહિત તમામ વિસ્તારોમાં ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ રહ્યા છે. ફેની તોફાનની સાથે સાથે નીચે મુજબ છે.

  • વિકરાળ બની ચુકેલ ફની તોફાન આજે ઓરિસ્સાના દરિયાકાઠાના વિસ્તારમાં પૂર્ણ તાકાત સાથે ત્રાટક્યા બાદ તેની અસર દેખાવવા લાગી
  • જોરદાર અસર હેઠળ ઓરિસ્સાના ધાર્મિક શહેર પુરી સહિત તમામ વિસ્તારોમાં ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન
  • ફેની તોફાન હેઠળ ૨૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાયા બાદ મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા
  • ફેની ત્રાટકે તે પહેલા – ૧૧ લાખ લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા હતા.
  • ખુબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કરી ચુકેલા ફેનીએ પુરીના ગોપાલપુર અને ચાંદબલીની નજીક એન્ટ્રી કરી હતી.
  • રેલવે દ્વારા હાલમાં સાવચેતીના પગલારૂપે ૨૦૦ ટ્રેનોને રદ કરવામાં આવી ચુકી છે
  • તમામ કોલેજા, સ્કુલો અને સોફ્ટ બિઝનેસ પેઢીઓને બંધ રાખવા માટેનો આદેશ કરાયો
  • બચાવ અને રાહત ઓપરેશન માટે તમામ અસરગ્રસ્ત રાજ્યોમાં ટીમો તૈયાર રખાઇ
  • રાહત સામગ્રીને પણ તબક્કાવારરીતે પહોંચાડવા માટે તૈયારી કરાઈ
  • ઓરિસ્સા, બંગાળ અને આંધ્રના ૧૯ જિલ્લાઓમાં માઠી અસર થઇ છે
  • પૂર્વ કોસ્ટ રેલવે દ્વારા ૨૨ ટ્રેનો રદ કરાઈ
  • એકંદરે ૨૨૦ ટ્રેનો રદ કરવામાં આવી
  • ધાર્મિક સ્થળ પુરીમાં આવેલા લોકોને પણ સાવચેત રહેવા કહેવામાં આવ્યું
  • ૧૫મી મે સુધી તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી
  • એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી ચુકી છે
  • આંધ્રપ્રદેશમાં એનડીઆરએફની ૪૧, ઓરિસ્સામાં ૨૮ અને બંગાળમાં પાંચ ટીમો ગોઠવાઈ
  • ફનીના કારણે ઓરિસ્સાના આશરે ૧૦,૦૦૦ ગામ અને ૫૨ શહેરો પ્રભાવિત થયા છે.
Share This Article