અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે આજે વિવિધ કોલેજોમાંથી નિવૃત્ત થયેલા પ્રોફેસરો અને વહીવટી કર્મચારીઓને લઈ મોટી રાહત આપી છે. હાઈકોર્ટે એનપીએફ (કોન્ટ્રીબ્યૂટરી પ્રોવિડન્ટ ફંડ)નો ઓપ્શન પસંદ કરનારા નિવૃત્ત કર્મચારીઓને પેન્શન નહી આપવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારનો નિર્ણય ભૂલભરેલો ગણાવી આઠ વીકમાં સંબંધિત પેન્શનર્સ સહિતના કર્મચારીઓને પેન્શનને લગતા લાભો આપવા હુકમ કર્યો છે. આ સિવાય હાઈકોર્ટે સીપીએફ લીધું હોય એવા પેન્શનર્સને સીપીએફની રકમ સેટ ઓફ કર્યા બાદ પેન્શન આપવા હુકમ કર્યો છે.
આમ હાઇકોર્ટે નિવૃત્ત પ્રોફેસર્સને મોટી રાહત આપી છે. રાજયની વિવિધ કોલેજામાંથી નિવૃત્ત થયેલા પ્રોફેસરો અને વહીવટી કર્મચારીઓને રાજય સરકાર દ્વારા પેન્શન આપવાનો એ ગ્રાઉન્ડ પર ઇન્કાર કરાયો હતો કે, તેઓએ એનપીએફનો ઓપ્શન પસંદ કર્યો છે.
સરકારના આ નિર્ણયથી નારાજ નિવૃત્ત પ્રોફેસરો તરફથી ગુજરાત હાઇકોર્ટમાં જુદી જુદી રિટ અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને પેન્શન તેમનો કાયદેસરનો હક્ક અને અધિકાર હોઇ તેમ જ ઘડપણની જીવન ગુજારવાની મૂડી હોઇ તે ચૂકવવામાંથી સરકાર ઇન્કાર કરી શકે નહી તેવો મુદ્દો ઉપÂસ્થત કર્યો હતો. નિવૃત્ત પ્રોફેસર તરથી રાજય સરકારના તેમને પેન્શન નહી આપવાના નિર્ણયને ગેરકાયદે, અયોગ્ય અને રદબાતલ ઠરાવવા પણ અરજીમાં દાદ માંગવામાં આવી હતી. જેને લઇ હાઇકોર્ટે ઉપરોકત રાહત આપતો ચુકાદો જારી કર્યો હતો.