નવીદિલ્હી : સ્પાઇસ જેટે આજે જાહેરાત કરી હતી કે, તે ચોથી મેથી વધારાની ૧૯ ફ્લાઇટો ઓપરેટ કરનાર છે. આ વિકેન્ડથી શરૂ આત કરવામાં આવશે. એક મહિનામાં ચોથી વખત આવું બની રહ્યું છે જ્યારે સ્પાઇસ જેટે પોતાના નેટવર્કમાં વધારો કરી દીધો છે. નોંધવા લાયક બાબત એ છે કે, ગયા મહિને દેશની સૌથી મોટી એરલાઈન કંપનીઓમાં સ્થાન ધરાવનાર સંકટગ્રસ્ત જેટ એરવેઝે પોતાની સેવાઓને બંધ કરી દીધી હતી.
વાઓ બંધ કરવામાં આવ્યા બાદ સ્પાઇસ જેટ અને અન્યોને ફાયદો થઇ રહ્યો છે. કંપનીની યાદી મુજબ પહેલ એપ્રિલથી વાત કરવામાં આવે તો હજુ સુધી સ્પાઇસ જેટે ૬૫ વધારાની ફ્લાઇટો શરૂ કરી દીધી છે. આમાથી ૪૦ મુંબઈ, ૧૦ દિલ્હીથી કનેક્ટ કરનાર છે. આઠ ફ્લાઇટ સ્પાઇસ જેટ મુંબઈ અને દિલ્હી વચ્ચે ચલાવનાર છે. સ્પાઇસ જેટ દ્વારા શરૃ કરવામાં આવેલી તમામ નવી ફ્લાઇટ દરરોજની ઓપરેશનવાળી છે. મુંબઇ-કોચી-મુંબઈ રુટ પર ચાલનાર ફ્લાઇટમાં ઓપરેશનમાં પણ અસર થશે. આ રુટ પર ચાલનાર તમામ ફ્લાઇટ મંગળવાર ઉપરાંત બાકીના તમામ દિવસોમાં પણ ચાલનાર છે.