નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના ચાર તબક્કા માટે મતદાન પૂર્ણ થયા બાદ હવે પાંચમા તબક્કામાં મતદાન યોજાનાર છે. ૩૭૩ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે પાંચમા તબક્કામાં છ મેના દિવસે મતદાન થનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પાંચમા તબક્કામાં ૬૭૪ ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. મેદાનમાં રહેલા ૧૮૪ ઉમેદવારો કરોડોની સંપત્તિના માલિક છે. આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે ૨.૫૬ કરોડ રૂપયા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રહેલી છે. ૧૩૪ ઉમેદવારો એવા છે જે રાજસ્થાનની ૧૨ સીટો પર મેદાનમાં રહેલા છે.
સાત સીટ પર મધ્યપ્રદેશમાં ૧૧૦ ઉમેદવારો રહેલા છે. હજુ સધી ચાર તબક્કામાં મતદાન થયુ છે પરંતુ પાંચમા તબક્કામાં સૌથી વધારે ૧૨ ટકા મહિલા ઉમેદવારો રહેલા છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવારોની સંપત્તિ ૩૧.૫૭ કરોડ રૂપિયા છે. પક્ષોની રાજકીય Âસ્થતીની વાત કરવામાં આવે તો ૧૫૦ ઉમેદવારો રાષ્ટ્રીય પાર્ટીઓના છે. આવી જ રીતે ૩૧ ઉમેદવારો રાજ્ય સ્તરીય પક્ષોના રહેલા છે. આવી જ રીતે ૨૪૦ ઉમદવારો નોંધાયેલા બિનમાન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોના ઉમેદવારો છે. શૈક્ષણિક યોગ્યતાની વાત કરવામાં આવે તો ૪૦ ટકા ઉમેદવારો ૧૨માં ધોરણ સુધી અભ્યાસ કરેલા છે. ૫૨ ટકા ઉમેદવારો સ્નાતક સુધી અભ્યાસ કરી ચુક્યા છે. ૪૩ ટકા ઉમેદવારો તો માત્ર સાક્ષર રહેલા છે. આંકડાને લઇને વિગત જારી કરવામાં આવ્યા બાદ તેની ભારે ચર્ચા જોવા મળી રહી છે.
અપરાધિક કેસને લઇને પણ માહિતી જારી કરવામાં આવી છે. આંકડા પર ધ્યાન આપવામાં આવે તો પાંચમા તબક્કામાં મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી ૧૨૬ ઉમેદવારો પર અપરાધિક કેસ રહેલા છે. ૯૫ ઉમેદવારો પર ગંભીર અપરાધિક કેસ રહેલા છે. ૨૦ સીટ પર ત્રણ અથવા તો વધારે ઉમેદવારો પર અપરાધિક કેસ રહેલા છે. લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં ઉત્તરપ્રદેશની ૧૪ સીટો ઉપર છઠ્ઠી મેના દિવસે મતદાન થનાર છે. આમાથી ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ અમેઠી અને રાયબરેલીને છોડી દેવામાં આવે તો ભાજપે ૧૨ સીટો જીતી હતી. આ તબક્કામાં કોંગ્રેસને આ વખતે પણ બે સીટો જાળવી રાખવા માટેની આશા દેખાઈ રહી છે. આ તબક્કામાં ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. પાંચમાં તબક્કામાં અનેક મોટા માથાઓ ભાગ્ય અજમાવી રહ્યા છે. એમ માનવામાં આવે છે કે, અન્ય ચાર સીટોમાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપી શકે છે જેમાં બારાબંકી, ફૈઝાબાદ, સીતાપુર અને ધોરહરાનો સમાવેશ થાય છે. ૨૦૦૯ની ચૂંટણીમાં કોંગ્રેસે આ ૧૪ સીટો પૈકી સાત સીટો પર સપાટો બોલાવ્યો હતો. પાર્ટી પોતાના જુના દેખાવને સુધારવા માટે ઇચ્છુક દેખાઈ રહી છે. સાત રાજ્યોને આવરી લેતી સીટ પર મતદાનને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ વખતે મેદાનમાં ૭૯ મહિલાઓ છે.