સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મની અભતપૂર્વ સફળતા બાદ ધર્મા પ્રોડક્શન સ્ટુડન્ટ ઓફ ધ યર- ૨ લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મમાં દર્શકોને ટાઇગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડે જોવા મળશે. સ્ટુડન્ટ ઓફ ધ યર- ૨ના પ્રમોશન માટે ફિલ્મની સ્ટાર કાસ્ટ અમદાવાદના એક્રોપોલિસ મોલના પીવીઆર સિનેમામાં પહોંચ્યા અને તેમણે પોતાની ફિલ્મ વિશે માહિતી આપી. ત્યારબાદ કલાકારો કર્ણાવતી યુનિવર્સીટી પહોંચ્યા અને સ્ટુડન્ટ્સ સાથે મોજ- મસ્તી કરી.
ટીનેજર્સ અને યન્ગ જનરેશનને આકર્ષિત કરે તેવી આ ફિલ્મના ડાયરેક્ટર પુનિત મલ્હોત્રા છે અને ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ કારણ જોહર, હીરુ યશ જોહર અને અપૂર્વ મેહતા દ્વારા સ્ટુડન્ટ ઓફ ધ યર- પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મની બંને લીડ એક્ટ્રેસ તારા સુતરિયા અને અનન્યા પાંડે આ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કરી રહ્યાં છે. સ્ટુડન્ટ ઓફ ધ યર- ૨ ફિલ્મ ૧૦ મે, ૨૦૧૯- શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
ફિલ્મમાં ટાઇગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડે સાથે સમીર સોની, અભિષેક બજાજ, ફરીદા જલાલ વેગેરે પણ મુખ્ય ભૂમિકાઓમાં છે, ઉપરાંત “હૂક અપ સોન્ગ” સાથે આલિયા ભટ્ટ પણ આ ફિલ્મમાં જોવા મળશે.
ફિલ્મ વિશે વાત કરતાં ટાઇગર શ્રોફે જણાવ્યું હતું કે, “સ્ટુડન્ટ ઓફ ધ યર- ૨માં કોલેજ લાઈફ જોવાં મળશે, જેમાં કોલેજની મસ્તી, ગળાકાપ સ્પર્ધા, લવ લાઈફ અને દોસ્તીને સમાવી લીધી છે. હું આ ફિલ્મમાં રોહન શર્માની ભૂમિકા નિભાવી રહ્યો છું, જે મહત્વકાંક્ષી છે અને પોતાની મહેનત પર વધુ ભરોસો રાખે છે.”
તારા સુતરિયા જે ‘મિઆ’ના રોલમાં છે અને તેને ડાન્સમાં રસ હોય છે. અનન્યા પાંડે ‘શ્રેયા’ના રોલમાં છે. ફિલ્મમાં સ્પોટ્ર્સને વધુ મહત્વ અપાયું છે. આ ફિલ્મનું મ્યુઝિક વિશાલ-શેખરે આપ્યું છે, અને રિલીઝ થેયેલું “ધ જવાની સોન્ગ” દર્શકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે.