અમદાવાદ : ઓટીટી મ્યુઝિક સ્ટ્રિમિંગ એપ વિન્ક મ્યુઝિકની અસાધારણ સફળતાના પગલે ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન્સ સર્વિસ પ્રોવાઈડર ભારતી એરટેલ (એરટેલ)એ તેની નવી મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ – વિન્ક ટ્યુબ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સાથે એરટેલે ખાસ કરીને આગામી ૨૦ કરોડથી વધુ સ્માર્ટફોન વપરાશકર્તાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેના અત્યંત ઝડપથી વિકસતા કન્ટેન્ટ પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે.
એરટેલની ઈન-હાઉસ ટીમો દ્વારા ભારત માટે વિકસાવવામાં આવેલી એપનો આશય વિશેષરૂપે દ્વિતીય અને તૃતિય સ્તરના શહેરો અને ગામડાઓમાં કરોડો સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે ડિજિટલ મનોરંજનનો અનુભવ સરળ બનાવવાનો છે. આ બજારોમાં સ્માર્ટફોન ગ્રાહકો તેમના પસંદગીના ગીતોના વીડિયોના સ્ટ્રિમિંગ અને તેમના પસંદગીના ગીતો સાંભળવા અને જોવા માટે સાનુકૂળતા ઈચ્છતા હોય છે. ઉપરાંત પ્રાદેશિક ઈન્ટરફેસની પણ જરૂર છે, જે વપરાશકર્તાને વધુ વ્યક્તિગત અનુભવ આપી શકે છે અને સ્માર્ટફોનના વપરાશના અવરોધો ઘટાડી શકે છે. એરટેલે શક્તિશાળી મશીન લર્નિંગ અલ્ગોરિધમ દ્વારા ભલામણો અને એપને વ્યક્તિગત કરવા માટે સ્માર્ટ, સરળ અને સાહજિક ઈન્ટરફેસના સંયોજનનો ઉપયોગ કર્યો છે.
વિન્ક મ્યુઝિકનું વિસ્તરણ એવી વિન્ક ટ્યુબ વપરાશકર્તાને સમાન ઈન્ટરફેસમાં લોકપ્રિય ગીતોના ઓડિયો અને વીડિયો સ્ટ્રીમ કરવા સક્ષમ બનાવે છે. વપરાશકર્તા એક જ સ્પર્શ સાથે તેમની પસંદગીના ગીતોને ઓડિયો અને વીડિયો મોડને તુરંત બદલી શકે છે. એપ હાલમાં એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સ માટે ઉપલબ્ધ છે.
વિન્ક ટ્યુબ અત્યંત હળવી એપ (માત્ર ૫ એમબી) તરીકે વિકસાવાઈ છે, જે એન્ડ્રોઈડ ગો વેરિયન્ટ્સ સહિત બેઝિક સ્માર્ટફોન્સ પર પણ સરળતાથી ચલાવી શકાશે. આ એપ અંગ્રેજી અને હિન્દી ઉપરાંત ૧૨ ભારતીય પ્રાદેશિક ભાષાઓ (કન્નડ, મરાઠી, તેલુગુ, તામિલ, ભોજપુરી સહિત)માં ઉપલબ્ધ બનશે અને વપરાશકર્તાને એકદમ વ્યક્તિગત અનુભવ પૂરો પાડે છે. વિન્ક ટ્યુબ વપરાશકર્તાને તેમના પસંદગીના ગીતો શોધવામાં મદદરૂપ થવા માટે અવાજ આધારિત સર્ચ ફિચર પણ પૂરું પાડશે.
ભારતી એરટેલના સીઈઓ – કન્ટેન્ટ અને એપ્સ, સમીર બત્રાએ જણાવ્યું હતું કે, ‘વિન્ક ટ્યુબ નોન મેટ્રો અને નાના શહેરો-ગામડાના કરોડો સ્માર્ટફોન વપરાશકર્તાની ડિજિટલ મનોરંજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભારત ૨.૦ માટે વિકસાવવામાં આવી છે. સરળ છતાં સાહજિક પ્રાદેશિક ઈન્ટરફેસમાં એકીકૃત ઓડિયો-વીડિયો સંગીત અનુભવ વિન્ક ટ્યુબને અજોડ અને શક્તિશાળી એપ બનાવે છે. વિન્ક મ્યુઝિક પ્રથમ ૧૦ કરોડ વપરાશકર્તાના અમારા પ્રવાસને આકાર આપે છે અને અમારું માનવું છે કે વિન્ક ટ્યુબ આગામી ૧૦ કરોડ વપરાશકર્તા સુધીના અમારા પ્રવાસને ગતિ આપશે. એઆઈ મારફત પ્રાદેશિક કન્ટેન્ટ અને વૈયક્તિકરણ, વ્યાપક ડેટા અમારા માટે મોટા એજન્ડા તરીકે ચાલુ રહેશે અને અમને આશા છે કે અમે વિન્ક ટ્યુબને એક ડિફરન્શિયેટર તરીકે વપરાશકાર દ્વારા ઊભા કરાયેલા કન્ટેન્ટની સંભાવનાઓ સાથે ભારતમાં સૌથી લોકપ્રિય સંગીત પ્લેટફોર્મમાંની એક તરીકે વિકસાવી શકીશું.’
વિન્ક ટ્યુબ ૪૦ લાખથી વધુ ગીતો અને સંબંધિત વીડિયોના સંગ્રહ સાથે લોન્ચ કરાઈ છે.
વિન્ક ટ્યુબના કેટલાક અન્ય રોમાંચક ફિચર્સ
- અમર્યાદિત સ્ટ્રીમિંગ અને ડાઉનલોડ્સ સાથે એરટેલ વપરાશકર્તા માટે શૂન્ય સબસ્ક્રિપ્શન ચાર્જ
- સ્માર્ટફોન પરની બધી જ એમપી૩ મ્યુઝિક ફાઈલ્સ આપમેળે ખેંચે છે અને પ્લેલિસ્ટના ભાગરૂપે તેનો ઉપયોગ કરે છે.
- વન ટચ પ્લે – નવા વપરાશકર્તા માટે આવકારદાયક, પ્રત્યેક વપરાશકર્તાના ગીતો સાંભળવાના ઈતિહાસના આધારે વિકલી પ્લેલીસ્ટ રીફ્રેશ થાય છે.
વિન્ક મ્યુઝિક પ્રવાસ :
- સપ્ટેમ્બર ૨૦૧૪ : ભારતમાં લોન્ચ, ૪ દિવસમાં ૧ લાખ ડાઉનલોડનો આંક વટાવ્યો
- ફેબ્રુઆરી ૨૦૧૫ : ૫૦ લાખ એપ ડાઉનલોડનો આંક વટાવ્યો
- જૂન ૨૦૧૫ : ડેટા સેવ મોડ લોન્ચ
- નવેમ્બર ૨૦૧૫ : ૧.૨૦ કરોડ ઈન્સ્ટોલ્સનો આંક વટાવ્યો
- જાન્યુઆરી ૨૦૧૬ : એમપી૩ પ્લેયર ફંક્શન રજૂ કર્યું – લોકલ એમપી ૩ ફાઈલો ચલાવે છે
- માર્ચ ૨૦૧૭ : ૫ કરોડ ઈન્સ્ટોલ્સનો આંક વટાવ્યો.
- જાન્યુઆરી ૨૦૧૮ : ૭.૫૦ કરોડ ઈન્સ્ટોલ્સનો આંક વટાવ્યો.
- ડિસેમ્બર ૨૦૧૮ : પ્લેસ્ટોર પર ભારતની સૌથી એન્ટરટેઈનિંગ એપ તરીકે જાહેર થઈ
- જાન્યુઆરી ૨૦૧૯ : ૧૦ કરોડ ઈન્સ્ટોલ્સનો આંક વટાવ્યો.
- એપ્રિલ ૨૦૧૯ : વિન્ક ટ્યુબ લોન્ચ