લોકસભાની ચૂંટણી માટે મતદાન જારી છે. સાત તબક્કામાં યોજાનાર મતદાન પૈકી ચાર તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ચુક્યુ છે. એટલે કે દેશની ૭૦ ટકા સીટ પર મતદાન પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. ચાર તબક્કામાં ૩૭૩ સીટ ર મતદાન પૂર્ણ થયા બાદ સામાન્ય લોકોમાં એવી ચર્ચા છે કે શુ મોદી ફરી એકવાર સપાટો બોલાવવા જઇ રહ્યા છે જે કેમ કેમ ? એક બાજુ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ત્રાસવાદીઓની સામે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરવામાં આવ્યા બાદ દેશમાં રાષ્ટ્રવાદનો મુદ્દો જોરદાર રીતે છવાઇ ગયો છે. આને કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઇ રહ્યો હોવાની વાત તમામ સર્વે અને પોલ કરી ચુક્યા છે.
બીજી બાજુ તેમની સામે વર્ષ ૨૦૧૪ની તુલનામાં આ વખતે વધારે પડકારો છે. કારણ કે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો મોદીને સત્તાથી બહાર કરવા માટે દરેક પેંતરા રચી રહ્યા છે. આવી સ્થિતીમાં વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં વિજય મેળવવા માટેની બાબત વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સરળ રહેશે નહીં. પાર્ટીના લોકો ભલે મોટા મોટા દાવા કરી રહ્યા છે પરંતુ અનેક પરિબળો મોદીની સામે પણ દેખાઇ રહ્યા છે. જેમાં એકબાજુ બેરોજગારીની સમસ્યા ગંભીર બનેલી છે. આ ઉપરાંત જીવન જરૂરી ચીજોના ભાવ સતત વધી રહ્યા છે. નોટબંધી અને જીએસટી જેવા કઠોર પગલાના કારણે વેપારી વર્ગ નાખુશ રહ્યુ છે. આ ઉપરાંત હવે જુદા જુદા રાજ્યોમાં વિરોધ પક્ષો એક મત થઇ રહ્યા છે. આ તમામની યોજના મોદીને કોઇ રીતે સત્તા પરથી દુર કરવાની રહેલી છે. આના માટે પોતાની મહત્વકાંક્ષાને કેટલાક પક્ષો બાજુમાં મુકી રહ્યા છે.
તમામ લોકો સારી રીતે જાણે છે કે વર્ષ ૨૦૧૪માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપે મોદી મેજિક વચ્ચે ૨૮૨ સીટ પર જીત મેળવી હતી. ગૃહમાં બહુમતિના આંકડા કરતા ૧૦ સીટો વધારે ભાજપે જીતી લીધી હતી. ખુબ શાનદાર દેખાવ કરવામાં આવ્યો હતો. હવે ૨૦૧૯ની વાત કરવામાં આવે તો છેલ્લા ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ભાજપની પાસે લોકસભામાં ૨૮૨થી ઘટીને ૨૭૩ સીટો રહી ગઈ છે. આમા લોકસભા સ્પીકરને સામેલ કરવામાં આવ્યા નથી. ભાજપની પાસે હજુ પણ બહુમતિનો આંકડો છે. સાથે સાથે સાથી પક્ષોની ૧૨ સીટો પણ છે. અલબત્ત ૨૦૧૪થી હજુ સુધી ભાજપની આઠ સીટો ઘટી ગઈ છે.
આ બાબત સંકેત આપે છે કે, પાર્ટીને ૨૦૧૯માં પાર્ટીને સત્તા પર આવવા માટે ખુબ મહેનત કરવી પડશે. ભાજપની ૨૮૨થી ઘટીને ૨૭૩ સીટો કેમ થઇ તેને લઇને પણ રાજકીય પંડિતોમાં ગણતરી ચાલી રહી છે. પેટાચૂંટણીમાં ભાજપને બંને સીટો ઉપર હારનો સામનો કરવો પડ્યો હતો. આજ કારણસર ભાજપની સીટોમાં ઘટાડો થયો છે. ૧૩ લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં આઠ ઉપર ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવી હતી. મોદી મેજિક અને પાર્ટી પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની મહેનતના કારણે પાર્ટી ૧૦૪ સીટ જીતી ગઇ હતી.
જો કે બહુમતિ માટે જરૂરિ સીટો કરતા તે આઠ સીટ પાછળ રહી ગઇ હતી. આવી સ્થિતીમાં કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા રચાયા બાદ કર્ણાટકમાં જે રીતે કોંગ્રેસ અને જેડીએસે એકતા સ્થાપિત કરી હતી તેના કારણે ભાજપની સરકાર રચવાના પ્રયાસ પર પાણી ફરી વળ્યુ હતુ. કર્ણાટકમાં કોંગ્રેસે હારનો સામનો કર્યા બાદ મોટી રમત રમીને જેડીએસને સરકાર બનાવવા માટે સમર્થન આપવાની જાહેરાત કરી દીધી હતી. ભાજપને સત્તા પરથી દુર રાખવા માટે આ રમત રમવામાં આવી હતી. તેમાં સફળતા પણ મળી હતી. જેડીએસને ટેકો આપી કોંગ્રેસે કુમારસ્વામીને મુખ્યપ્રધાન બનાવી દીધા હતા. આ લોકો જે રીતે પોતાની મહત્વકાંક્ષા હવે બાજુમાં મુકીને આગળ આવી રહ્યા છે તે જોતા મોદી માટે મોટી સમસ્યા ઉભી થઇ રહી છે. કોંગ્રેસને તમામ બિન ભાજપ રાજકીય પક્ષો ટેકો આપવાના સંકેત આપી રહ્યા છે. મોદી માટે વધુ એક પડકાર રાજસ્થાન, મધ્યપ્રદેશ પણ છે જ્યાં વર્ષ ૨૦૧૪માં તમામ સીટો જીતી હતી પરંતુ હવે કોંગ્રેસ સરકાર હોવાથી તેમના માટે મુશ્કેલી રહેશે.