નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ તાકાત લગાવી દીધી છે. મોદી દરરોજ દેશના કોઇને કોઇ ભાગમાં રેલી અને સભા કરી રહ્યા છે. માહોલ સર્જવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે. હજુ સુધી ચાર તબક્કામાં મતદાન થઇ ચુક્યુ છે. મોદીના પ્રચારના તરીકાને સારી રીતે સમજવામાં આવે તો કહી શકાય છે કે લોકોની વચ્ચે મોદી રાષ્ટ્રવાદના મુદ્દાને મુખ્યરીતે રજૂ કરી રહ્યા છે. સાથે સાથે ગઠબંધન સરકારને મહામિલાવટ સરકાર તરીકે રજૂ કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી રાષ્ટ્રવાદના મુદ્દાને વારંવાર ઉઠાવી રહ્યા છે. સાથે સાથે ગઠબંધન સરકારના પ્રયાસો પણ સતત કહી રહ્યા છે કે મહામિલાવટની સરકાર દેશના વિકાસ આડે અડચણરૂપ છે. સત્તામાં વાપસી માટેનો આશાવાદ પણ મોદી દર્શાવી રહ્યા છે.
રસપ્રદ બાબત એ છે કે હજુ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૫૦ ટકા રેલી અને રોડ શો માત્ર પાંચ પ્રદેશમાં થઇ છે. હજુ સુધી ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને ગુજરાતમાં વડાપ્રધાને પોતાની અડધાથી વધારે રેલી કરી છે. રોડ શો પણ કર્યા છે. બિહાર, ઉત્તરપ્રદેશ અને બંગાળમાં સાત તબક્કામાં મતદાન થનાર છે. મોદી આ રાજ્યોમાં પોતાની હાજરીને જારદાર રીતે રજૂ કરી રહ્યા છે. મોદીના ભાષણના આધાર તરીકે રાષ્ટ્રવાદ અને સર્જિકલ સ્ટ્રાઇક છે. સર્જિકલ સ્ટ્રાઇક પર પ્રશ્નો ઉઠાવનારની મોદી જારદાર ટિકા કરી રહ્યા છે. મુખ્ય વિપક્ષી પક્ષની સાથે સાથે મોદી સપા-બપસા પર પણ પ્રહાર કરી રહ્યા છે. શ્રીલંકામાં ઇસ્ટર પર્વ પર કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાનો પણ વારંવાર ઉલ્લેખ કરી રહ્યા છે. વડાપ્રધાન વારંવાર ભારપૂર્વક કહી રહ્યા છે કે દેશના ત્રાસવાદનો ખાત્મો કરવા માટે તેમના નેતૃત્વમાં મજબુત સરકાર સક્ષમ છે. આ ચૂંટણીમાં મોદીના પ્રચારમાં કેટલાક મુદ્દા તો દેખાઇ રહ્યા નથી. મોદી તેમના ઘોષણાપત્રમાં કોંગ્રેસ પાર્ટીના મુદ્દા મુદ્દા રહેલા ન્યાયની વાત કરી રહ્યા નથી.
જો કે મોદીએ ગયા મહિને મેરઠમાં એક રેલી વેળા કહ્યુ હતુ કે જ લોકો દશકો સુધી રાજ કરી ગયા બાદ પણ ગરીબી દુર કરી શક્યા નથી તે હવે ન્યાય અને ગરીબી દુર કરવાની વાત કરી રહ્યા છે. જે લોકો ગરીબોના બેંક ખાતા પણ ખોલી શક્યા નથી તે હવે બેંક ખાતામાં પૈસા નાંખવાની વાત કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ, બંગાળમાં સૌથી વધારે તાકાત લગાવી દેવામાં આવી છે. હજુ સુધી તેમની ૯૦ ટકા જાહેર હાજરીમાંથી ૨૦ ટકા આ બે રાજ્યોમાં રહી છે. ચાર તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ આ રાજ્યોમાં ચૂંટણી હજુ યોજાનાર છે. ભાજપની રણનિતી આનાથી બિલકુલ સ્પષ્ટ દેખાય છે કે ઉત્તરપ્રદેશ અને બંગાળ પર ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી દીધુ છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મોદી લહેર વચ્ચે ૮૦ સીટ પૈકી ૭૩ સીટ પર જીત મેળવી હતી. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને ૪૨ પૈકી માત્ર બે સીટ મળી હતી. આ વખતે તેને બંગાળમાં સૌથી મોટો ફાયદો થાય તેવા સંકેત દેખાઇ રહ્યા છે. જેથી પાર્ટી તમામ તાકાત બંગાળ અને યુપીમાં લગાવી દીધી છે.