અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપને લઇ નાગરિકો ત્રાહિમામ્ પોકારી ગયા છે ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી હીટવેવની અસર ચાલુ રહેવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઇ છે. બીજીબાજુ, આજે રાજ્યમાં ગરમીનો છેલ્લા ૧૭ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો. એપ્રિલ માસમાં ગરમીનો પારો આટલો ઉપર પહોંચ્યો હોય તેવી પ્રથમ ઘટના ૧૭ વર્ષ પછી સામે આવતાં ૧૭ વર્ષનો રેકોર્ડ તૂટયો છે. શહેરીજનોને કાળઝાળ ગરમીથી બચવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને અપીલ કરાઈ છે. ગરમીથી બચવા શું કરવું તે નીચે મુજબ છે.
- વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું
- હળવા રંગના સુતરાઉ કપડા પહેરવાની જરૂર
- ગરમીમાં બિનજરૂરી બહાર ન નિકળવાની જરૂર
- નાના બાળકો, વૃદ્ધોએ ઘરથી બહાર નિકળવું જાઈએ નહીં
- ગર્ભવતી મહિલાઓએ વધારે સાવચેતી રાખવી જાઈએ
- ગરમી અને બપોરના ગાળામાં ઓઆરએસનો ઉપયોગ પણ કરવાની જરૂર
- બપોરના ગાળામાં મજુરીકામ કરતા લોકોએ પણ સતત કામ ન કરવા માટેની પણ સલાહ આપવામાં આવી
- હિટ સ્ટ્રોકના દર્દીઓને આઈસ પેકની તરત સારવાર મળે તે જરૂર છે
- આંગણવાડીમાં બાળકો માટે પણ ઓઆરએસની વ્યવસ્થા તાત્કાલિક કરવાની જરૂર