અમદાવાદ : સોની સબ પર ઐતિહાસિક મનોરંજનકાર તેનાલી રામાએ રોચક, હાસ્યથી ભરપૂર અને રસપ્રદ પાત્રો સાથે દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. આ શો રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં દંતકથા સમાન કવિ તેનાલી રામાની વારતા કહે છે, જે પોતાની બુદ્ધિ અને ચાતુર્યનો સમયસર ઉપયોગ કરીને ગૂંચભરી સમસ્યાઓને ઉકેલી કાઢે છે. આ શોને દેશભરના સર્વ ઉંમરના દર્શકો પાસેથી અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. દર્શકો દ્વારા આપવામાં આવતા અંતર્ગત પ્રેમ બદલ તેમનો આભાર માનવા અને તેમની સાથે અમુક મોજમસ્તી કરવા માટે તેનાલી રામાની ટીમ હાલમાં અજોડ કન્ટેસ્ટ સાથે અમદાવાદ શહેરમાં ગઈ હતી.
બાળકોમાં શો પ્રત્યે જોશ જોઈને સોની સબે અનોખી ફેન્સી ડ્રેસ કન્ટેસ્ટનું આયોજન કર્યું હતું, જેને મૈ ભી તેનાલી રામા નામ આપવામાં આવ્યું હતું, જેમાં યુવા વહાલા દર્શકોને ભવ્ય ઈનામ જીતવાનો મોકો આપવામાં આવ્યો હતો, જેમાં બાળકો તેમના ફેવરીટ પાત્ર તેનાલી રામાનો વેશ સજીને તેમનો પ્રેમ દર્શાવી શકશે. આ સ્પર્ધાને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે અને કલાકારો આજે તેનાલી રામાના વેશમાં સેંકડો બાળકો ઊતરી આવશે એવી ધારણા છે. કલાકારોને લોકો જે રીતે મળ્યા અને તેમનો પ્રેમ બતાવ્યો તે જોતાં તેઓ પણ ભારે રોમાંચિત થઈ ગયા હતા.
આ શોમાં રામા એકથી એક મુશ્કેલ પડકારોનો સામનો કરે છે, પરંતુ પડકાર ગમે તેટલો મોટો હોય તો પણ સૌથી મોટો પડકાર રાજા અને મંત્રીઓ અને પોતાના પરિવાર પ્રત્યે પોતાની વફાદારી અને ભરોસો અકબંધ રાખવાનો છે.
રામાની ભૂમિકા ભજવતો કૃષ્ણ ભારદ્વાજ કહે છે, અમારા દર્શકો પાસેથી આ શો માટે અમને અદભુત પ્રતિસાદ મળ્યો છે અને તેથી અમદાવાદમાં જવા અને આ મોજીલી કન્ટેસ્ટનો હિસ્સો બનવા માટે હું ભારે રોમાંચિત છું. આ નિમિત્તે મને મારા બાળ ચાહકોને મળવાનો મોકો મળવાનો છે. હું અમદાવાદના આ વહાલા અને મીઠા લોકો સાથે સમય વિતાવવા માટે ભારે ઉત્સુક છું. ઉપરાંત આ શહેરમાં અમુક વિખ્યાત નાસ્તા પણ ઝાપટીશ.
તથાચાર્યની ભૂમિકા ભજવતો પંકજ બેરી કહે છે, તેનાલી રામાની વારતાઓ સાંભળીને હું મોટો થયો છું અને આજે આ શોનો હિસ્સો બનવા મળ્યું તે બહુ સારું લાગે છે. અમદાવાદમાં અમારા ચાહકોને મળવા અને ખાસ કરીને બાળકોને શોમાં તેમનાં મનગમતા પાત્રોના વેશમાં જોવાની મને ભારે ઉત્સુકતા છે.
સોની સબ પર તેનાલી રામા પ્રાચીન ભારતના અત્યંત નામાંકિત કવિમાંથી એક તેનાલી રામા અને તેની બુદ્ધિ અને ચતુરાઈની વારતા છે, જેમાં તે રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં ઉદભવતી દરેક સમસ્યાનો ચપટી વગાડતાં ઉકેલ લાવી દે છે.