છેલ્લી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની નૌકા ડુબી ગઇ હતી. આ વખતે એવુ લાગી રહ્યુ છે કે તેની હાલત પહેલા કરતા કોઇ વધારે સારી દેખાઇ રહી નથી.રાહુલ ગાંધીને વારંવાર નિષ્ફળતા મળ્યા બાદ અને હાલની ત્રણ રાજ્યોમાં કોંગ્રેસને સફળતા મળ્યા બાદ ખુબ ધુમધામથી પ્રિયંકા વાઢેરાને ઉત્તરપ્રદેશ કોંગ્રેસના મહાસચિવ બનાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરોએ પોતાના નેતા રાહુલ ગાંધીને આસમાન પર ઉઠાવી લીધા હતા. એમ માનવામાં આવી રહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી આ વખતે પ્રિયંકા તરીકે તેના માસ્ટર સ્ટ્રોકને રમનાર છે. જો કે પ્રિયંકા ગાંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી મેદાનમાં ન ઉતારીને કોંગ્રેસ લીડરશીપે કાર્યકરોને નિરાશ કર્યા છે.ય મોટા નાના બનાવવામાં આવ્યા હતા જેમ કે પ્રિયંકા વાઢેરા કોઇ આંધી છે.
પરંતુ હવે જ્યારે ચૂંટણી નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઇ છે ત્યારે કોંગ્રેસે પીછેહટ કરી લીધી છે. હવે એમ લાગે છે કે પ્રિયંકા આવ્યા તો આંધીની જેમ હતા પરંતુ ગયા છે કે ખુબ નબળી રીતે. પ્રિયંકા વાઢેરાએ વારંવાર પ્રજાની વચ્ચે પ્રશ્ન કર્યો હતો કે વારાણસીમાંથી તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરે કે કેમ ? ચોક્કસપણે તેઓ એમ કહીને મિડિયામાં છવાઇ ગયા હતા. એક વખતે તો પ્રિયંકાએ અહીં સુધી કહી દીધુ હતુ કે જા રાહુલ કહેશે તો તેઓ ચૂંટણી મેદાનમાં મોદી સામે ઉતરશે. પરંતુ જ્યારે મોદી વારાણસીમાંથી ઉમેદવારી કરવા માટે વારાણસીમાં પહોંચ્યા અને નામાંકન પહેલા એક દિવસ પૂર્વે રોડ શો કરીને તેમની તાકાત દર્શાવી ત્યારે કોંગ્રેસે ગુલાંટ મારી દીધી હતી. કોંગ્રેસે મોદી વારાણસીમાં પહોંચ્યા ત્યારે બેલુનની હવા કાઢી નાંખી હતી.
કોંગ્રેસે ફરી જાહેરાત કરી દીધી કે તેમની પાર્ટી તરફથી અજય રાય ચૂંટણી મેદાનમાં રહેશે. આ એ જ અજય રાય છે જેમની છેલ્લી ચૂંટણીમાં કારમી હાર થઇ હતી. તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા. છેલ્લી ચૂંટણીમાં અજય રાયને ૭૦ હજાર મત મળ્યા હતા. આવી રીતે મોદીની સામે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પહેલા જ હાર સ્વીકારી લીધી છે. કેટલાક લોકો એમ પણ માની રહ્યા છે કે પ્રિયંકા વાઢેરાને ચૂંટણીમાંથી ખસી જવાની ફરજ પડી છે. કારણ કે મેદાનમાં ઉતર્યા હોત તો તેમને તેમના પતિ રોબર્ટ વાઢેરાની સંપત્તિની પણ જાહેરાત કરવાની ફરજ પડી હતો. સાથે સાથે કોંગ્રેસ પાર્ટી શરૂઆતથી જાણતી હતી કે મોદી સામે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો અર્થ શરમજનક અને કારમી હાર છે. કાણ જે કઇ પણ હોય પરંતુ કોંગ્રેસની નિષ્ફળતા આને કહી શકાય છે. કોંગ્રેસે બ્લોઅરની બનાવટી હવા ભરવાના પ્રયાસ કર્યા હતા. જોપ્રિયંકા મેદાનમાં ઉતરવા માટે તૈયાર ન હતા તો ખાલી અફવા કેમ ફેલાવવામાં આવી હતી. હવે જ્યારે તેના જુઠ્ઠાણાની પોલ ખુલી ગઇ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી શુ કરશે. મોદીના રોડ શો દરમિયાન ધર્મ અને જાતિના ભેદ ભુલાવીને તમામ લોકો માર્ગો પર આવી ગયા હતા.
સમગ્ર વારાણસી ભગવામય નજરે પડ્યા બાદ કોંગ્રેસ પાર્ટી વધારે મુશ્કેલી અનુભવી રહી છે. મોદીનુ એટલુ સ્વાગત અગાઉ ક્યારેય થયુ ન હતુ અમે પહેલાથી જ કહી રહ્યા હતા કે ક્યા પડ્યા છો ચક્કરમાં કોઇ નહીં ટક્કરમાં. જા કે એ વખતે કોંગ્રેસી નેતા સાંભળવા માટે તૈયાર ન હતા. આ વખતે કોંગ્રેસ પાર્ટીની હાલત હજુ સુધારાવાળી થઇ નથી. કારણ કે છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મોદી લહેર વચ્ચે મોટા ભાગી બેઠકો પર સપાટો બોલાવ્યો હતો. ૭૨ સીટ જીતી લીધી હતી. આ વખતે બહુજ સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટી એક સાથે છે. કોંગ્રેસ અલગ રીતે છે. જેથી લાગે છે કે કોંગ્રેસની હાલત વધારે ખરાબ થઇ શકે છે. કોંગ્રેસ પાર્ટીએ તમામ સીટો પર પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારી દીધા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાઢેરા સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આક્રમક પ્રચાર પણ કરી રહ્યા છે. જેથી પાર્ટીની હાલત અગાઉની સરખામણીમાં સુધારો થઇ શકે છે. જો કે તેને વધારે ફાયદો મોટી પાર્ટીની હાજરીમાં ન મળે તેવી શક્યતા છ. સમગ્ર દેશની નજર ઉત્તરપ્રદેશ પર કેન્દ્રિત થયેલી છે.