નવી દિલ્હી : વેપારિક ઉપયોગ માટે ચાઇલ્ડ પોર્નોગ્રાફી મટિરિયલ રાખવા, તેને નિહાળવા અને તેના સંગ્રહ તેમજ વિતરણના મામલે હવે કઠોર સજાનો સામનો કરવો પડી શકે છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે દોષિતોને કઠોર સજા કરવામાં આવનાર છે. જામીન પણ મળી શકશે નહીં. ઓછામાં ઓછા ત્રણ વર્ષની જેલની સજા થઇ શકે છે. નવી જાગવાઇ મુજબ દંડની રકમ અને જેલની સજાને પણ વધારી દેવામાં આવી છે. આ પ્રકારના ગુનાને બિનજામીનપાત્ર તરીકે ગણવામાં આવશે. બીજી વખત જા અપરાધી જાહેર થશે તો સાત વર્ષ સુધીની સજા થઇ શકશે. હકીકતમાં સુધારા પ્રસ્તાવમાં સૌથી કઠોર જગવાઇ એવા લોકો માટે કરવામાં આવી છે જે અશ્લીલ સામગ્રી એકત્રિત કરીને વેપારિક ઉપયોગ કરે છે.
હાલમાં સેક્શન ૧૫ હેઠળ વધુને વધુ ત્રણ વર્ષની જેલની સજા રહેલી છે. હવે ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા કરવામાં આવનાર છે. પહેલી વખત દોષિત જાહેર થનાર વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા કરવામાં આવનાર છે જ્યારે વધુમાં વધુ પાંચ વર્ષની સજા કરવામાં આવનાર છે. પરંતુ જા કોઇ વ્યક્તિ બીજી વખત દોષિત દેખાશે તો ઓછામાં ઓછી પાંચ અને વધુમાં વધુ સાત વર્ષની સજા કરવામાં આવનાર છે. સુચિત પ્રસ્તાવને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પોર્નોગાફીની વધતી જતી ઘટનાને લઇને પીએમઓ દ્વારા પહેલાથી જ ચિંતા વ્યક્ત કરવામાં આવી ચુકી છે. જેથી તેને ખુબ ગંભીર અપરાધની શ્રેણીમા રાખવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે. માહિતી ન આપવાની સ્થિતીમાં પણ દંડ કરવામાં આવનાર છે. ચાઈલ્ડ પોર્નોગાફીની દરેક માહિતીની સાથે સાથે આની સાથે જાડાયેલા ફોટો અને વીડિયો વોટ્સએપ ઉપર પણ મોકલવાની માહિતીને લઈને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
વોટ્સએપ ઉપર મુકવામાં આવતી માહિતી નહીં આપવાની સ્થિતિમાં પણ બંધ કરવામાં આવશે. સુધારા પ્રસ્તાવને કાયદાકીય મંત્રાલય દ્વારા ટુંક સમયમાં જ લીલી ઝંડી મળે તેવી શક્યતા છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયને આશા છે આને આગામી સત્ર સુધી મંજુરી મળી જશે. ત્યારબાદ આને પાસ કરાવવા માટે આને ટુંક સમયમાં જ કેબિનેટમાં મોકલવામાં આવશે. પોર્નોગ્રાફીની વધતી જતી ઘટનાઓને લઈને વડાપ્રધાન ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. જેથી આને ગંભીર અપરાધની શ્રેણીમાં રાખવાનો નિર્ણય કરાયો છે. પોક્સો એક્ટની કલમ ૧૫માં સુધારા પ્રસ્તાવ હેઠળ કોઈ વ્યÂક્ત પર ઓછામાં ઓછા એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. જે બાળકો સાથે જાડાયેલી અશ્લિલ સામગ્રી રાખે છે અને સંગ્રહ કરે છે તેને ડિલીટ કરતા નથી તેમને પણ દુર કરવામાં આવશે. સંબંધિત ઓથોરિટી સાથે ફરિયાદ અને કોર્ટના સમક્ષ પુરાવા મળ્યા બાદ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.