નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાન માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. હવે ચોથા તબક્કામાં સોમવારના દિવસે મતદાન થનાર છે. સામાન્ય ચૂંટણીના ચોથા તબક્કામાં ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી ૩૦૬ ઉમેદવારો કરોડપતિ છે. આ વખતે જે કરોડપતિ ઉમેદવારો મેદાનમાં છે તે પૈકી મહારાષ્ટ્ર રાજ્યના કરોડપતિ ઉમેદવારોની સંખ્યા સૌથી વધારે છે. ચોથા તબક્કામાં કુલ ૩૦૬ કરોડપતિ ઉમેદવાર છે તે પૈકી એકલા મહારાષ્ટ્રના ૧૦૯ કરોડપતિ ઉમેદવારો છે.
ચોથા તબક્કામાં ચૂંટણી મેદાનમાં કુલ ૯૪૩ ઉમેદવારો રહેલા છે. જે પૈકી ૯૨૮ ઉમેદવારોના બાબતમાં એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં ચોથા અને અંતિમ તબક્માં મતદાન થનાર છે. જેમાં મુંબઇની છ સિત ૧૭ બેઠક પર મતદાન થનાર છે. હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્માં ૨૯મી એપ્રિલના દિવસે જે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તે પૈકી ૨૮ ટકા ઉમેદવારો તો ક્રિમિનલ રેકોર્ડ તેમની સામે ધરાવે છે. આ તબક્કામાં પાંચ બેઠકોને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. જે સંકેત આપે છે કે મોટી સંખ્યામાં ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે.
આ કેટેગરીમાં રહેલા ટોપ ૧૫ રાજ્યના છે જેમાં કલ્યાણ, પ્રથમ સ્થાન પર છે. જ્યાં ૧૦ ઉમેદવારો એવા છે જેમની સામે ક્રિમિનલ કેસ રહેલા છે. મુંબઇ નોર્થ ઇસ્ટમાં નવ ધુલેમાં સાત અને માવલમાં છ ઉમેદવારો એવા છે જેમની સામે કેસ રહેલા છે. સંપત્તિની વાત કરવામાં આવે તો મુંબઇ સાઉથ સેન્ટ્રલના ઉમેદવાર સંજય ભોંસલે ૧૨૫ કકરોડની સંપત્તિ રહેલી છે. તેમની સંપત્તિની પણ ચર્ચા છે.