દિલ્હી : લોકસભા ચૂંટણી ૨૦૧૯ના મહાસમરમાં વારાણસી સીટ ઉપર દેશભરની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. વડાપ્રધાન મોદીએ આજે વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું. આની સાથે જ આ લોકસભા ક્ષેત્રમાં ઉત્સુકતા વધી ગઈ હતી. નોમિનેશનના પાંચમાં દિવસે કલેક્ટોરેટમાં મોદીએ ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું. કલેક્ટર રુમમાં પ્રવેશ થતાંની સાથે જ મોદીએ તમામ પ્રસ્તાવકો સાથે મુલાકાત કરી હતી. આ ગાળા દરમિયાન મોદીએ મહિલા પ્રસ્તાવક અન્નપૂર્ણા શુક્લાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. મોદીના નામાંકનની સાથે સાથે નીચે મુજબ છે.
- ગુરુવારના દિવસે રોડ શો કર્યાના એક દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કલેક્ટરની ઓફિસમાં ઉમેદવારી દાખલ કરવામાં આવી
- વડાપ્રધાનના નામાંકનપત્રને જિલ્લા ચૂંટણી અધિકારી સુરેન્દ્રસિંહને સુપરત કરવાની પ્રક્રિયા પૂર્ણ
- ઉમેદવારી પત્ર મોદી ભરવા માટે પહોંચે તે પહેલા જ ભાજપ પ્રમુખ અમિત શાહ, કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિંહ, શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર હાજર રહ્યા
- મોદીએ ઉમેદવારી દાખલ કરતા પહેલા તમામના આશિર્વાદ પણ મેળવ્યા
- ચોકીદારને સાથે રાખીને મોદીએ શુભ સમયમાં ઉમેદવારી કરી હતી
- પૂર્વાંચલના અનેક નેતા પણ હાલમાં કેન્દ્ર સરકારમાં ભૂમિકા ભજવી રહ્યા છે
- ૨૦૧૪ની ચૂંટણીમાં મોદીને ૫ લાખ ૮૧ હજાર મત મળ્યા હતા
- ૨૦૧૪ની ચૂંટણીમાં મોદીએ કેજરીવાલને પોણા ચાર લાખ મતે હાર આપી હતી
- કોંગ્રેસ પાર્ટીના હાલના ઉમેદવાર અજય રાય ૨૦૧૪માં ત્રીજા સ્થાને રહ્યા હતા અને ૭૬ હજાર મત મળ્યા હતા
- વારાણસીની બેઠક ૧૯૯૧ બાદ ભાજપના ગઢ તરીકે રહી છે અને અહીં ૧૯૯૧ બાદ સાત ચૂંટણી પૈકી છમાં ભાજપની જીત થઇ છે
- મોદીના પ્રસ્તાવકોમાં ડોમરાજા પરિવારના જગદીશ ચૌધરી, સામાજિક કાર્યકર સુભાષ ગુપ્તા, આઈસીએઆરના વૈજ્ઞાનિક રામશંકર પટેલ અન વારાણસીના વનિતા પોલિટેકનિકના પૂર્વ પ્રિન્સિપલ અન્નપુર્ણા શુક્લા ઉપÂસ્થત રહ્યા
- મોદીએ આ ગાળા દરમિયાન વિરોધી દળો સાથે દોસ્તી અને ભાઇચારાને જાળવી રાખવા માટે પણ અપીલ કરી હતી.
- ગુરૂવારના દિવસે ભવ્ય રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા
- પુરૂષોની તુલનામાં પાંચ ટકા મતદાન મહિલા વધારે કરે તે જરૂરી છે. મોદીએ કહ્યુ હતુ કે માતા અને બહેનોએ ૨૧મી સદીમાં તાકાત બને તે જરૂરી છે
- ઉમેદવારી કરતા પહેલા મોદી ભગવાનના આશિર્વાદ મેળવી લેવા મંદિરમાં પહોંચ્યા
- નામાંકન કરતા પહેલા મોદીએ શિરોમણી અકાળી દળના નેતા પ્રકાશસિંહ બાદલના ચરણ સ્પર્શ કર્યા
- મોદીના નામાંકન પત્રમાં ચકાસણી કરતા અધિકારીઓ નજરે પડ્યા હતા
- મોદીના પ્રસ્તાવકોમાં વારાણસીમાં અગ્નિસંસ્કાર કરનારના પ્રમુખ જગદીશ ચોધરી પણ હાજર