હેવાલ ચોક્કસપણે ચોંકાવનાર છે કે સેના માટે કામ આવતા હથિયારો અપરાધીઓના હાથમાં પહોંચી રહ્યા છે સેનાના સેન્ટ્રલ ઓર્ડિનેન્સ ડેપોના હથિયારોના મામલે થોડાક સમય પહેલા કરવામાં આવેલી ધરપકડથી તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. આ મામલે ધરપકડ કરવામાં આવ્યા બાદ પોલીસ પુછપરછમાં કેટલીક વગત ઉભરીને સપાટી પર આવી છે. પોલીસની પુછપરછમાં જે વિગત ખુલી છે તે તમામને હેરાન કરનાર તરીકે છે. સૌથી મોટી ચિંતાજનક બાબત એ છે કે જે લોકો પર દેશની સુરક્ષા માટેની મોટી જવાબદારી છે તે પૈકીના કેટલાક લોકો એવા છે જે દેશ અને સમાજ માટે ગદ્દારીની કામગીરી અદા કરી રહ્યા છે. જે સેવાનિવૃત જવાનની પોલીસે ધરપકડ કરી છે તે જવાન એવા ચોંકાવનારા નિવેદન કરી ચુક્યો છે કે સેનાના બીજા સાથીઓની સાથે મળીને તે આશરે ૫૦ એકે-૩૭ રાઇફલ અપરાધીઓને આપી ચુક્યો છે.
તે પાંચ પાંચ લાખ રૂપિયામાં આ રાઇફલો આપી ચુક્યો છે. અમને આ બાબત જાણવાની જરૂર વધારે દેખાઇ રહી છે કે આખરે ત્રાસવાદીઓ અને બીજા અપરાધીઓની પસંદગી એક-૪૭ જ કેમ બનેલી છે. સૌથી મોટી બાબત તો એ છે કે તેને ચલાવવામાં સરળતા હોય છે. તેને સરળતાથી ખોલી અને જાડી દેવામાં આવે છે. ૪૦૦ મીટર સુધી ત્રાટકવાની તેની ક્ષમતા રહેલી છે. આ રાઇફલ એક મિનિટંમાં ૬૦૦ રાઉન્ડ ફાયર કરી શકે છે. સાથે સાથે વજન માત્ર ૩.૧ કિલોગ્રામ છે. મોટી વિશેષતાની વાત કરવામાં આવે તો તે યોગ્ય ટાર્ગેટ પર સરળતાથી પડે છે. આજ કારણસર આજે દુનિયામાં ૧૦ કરોડથી વધારે એકે ૪૭ રાઇફલો કામ આવી રહી છે. જ્યાં સુધી આ રાઇફલના નિર્માણની વાત છે તો એકે-૪૭ અને તેના પાર્ટ ખાનગી હથિયાર યુનિટોમાં બનાવવાની બાબત શક્ય નથી. તેને ત્રણ હજાર ડિગ્રી સુધીના તાપમાનને સહન કરવાના સ્તર પર તૈયાર કરવામાં આવે છે.
આવી બાબત સામાન્ય ફેક્ટરીમાં કરવાની બાબત બિલકુલ શક્ય નથી. જે રીતે આ રાઇફલો સેના શસ્ત્રગારમાંથી બહાર આવી છે તે કેટલાક પ્રશ્નો સર્જે છે. સેનાના જવાનો અને અધિકારીઓની મિલીભગત વગર આ બાબત શક્ય નથી. મોટા ભાગના ત્રાસવાદી સંગઠન એકે-૪૭ રાઇફલોનો ઉપયોગ કરી રહ્યા છે. વર્ષ ૧૯૯૯થી લઇને હજુ સુધી તે રશિયન સેનાના સૌથી લોકપ્રિય અને ફેવરીટ હથિયાર તરીકે રહ્યા બાદ તેની વિશ્વના દેશોમાં પણ માંગ વધી હતી. દુનિયાના ૧૦૬ દેશો દ્વારા તેનો હાલમાં સફળ રીતે ઉપયોગ કરવામાં આવે છે. આ રાઇફલો દરેક પ્રકારની સિઝનમાં ઉપયોગ કરવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલયના કામ હેઠળ દેશમાં ૩૯ શસ્ત્ર ભંડારો રહેલા છે. નવ તાલીમ કેન્દ્રો રહેલા છે. ચાર સંરક્ષણ ગ્રુપ પણ જુદા જુદા સ્તર પર કામ કરે છે. આવી સંસ્થાઓમાં પણ સુરક્ષા વ્યવસ્થા એટલી નબળી થઇ જાય કે સૈન્ય અડ્ડા અને હથિયારના કેન્દ્ર સુધી દેશના દુશ્મનો સરળતાથી પહોંચી જાય તો તે બાબત ખુબ જ ખતરનાક છે. આવા દેશદ્રોહીને કઠોર સજા કરવાની તરત જ વ્યવસ્થા કરવી જોઇએ.
આ પ્રકારની હરકત કોઇ અન્ય ન કરી શકે તે પ્રકારની સજા આ પ્રકારના અપરાધીઓને આપવી જાઇએ. સેનાના જવાનો અને અધિકારીઓની મિલીભગતને સપાટી પર લાવવા માટે પણ ઉંડી તપાસ શરૂ કરવી જાઇએ. આ મામલાની જડ સુધી પહોંચ્યા વગર તમામ નેટવર્કનો પર્દાફાશ થઇ શકશે નહીં. સુરક્ષા સાથે સંબંધિત તમામ પાસા પર કોઇ બાંધછોડ રાખવી જોઇએ નહી. સાથે સાથે આ પ્રકારની ઘટના સપાટી પર આવ્યા બાદ સેનાના જ્યાં હથિયારો રહેલા છે તે સ્થળોની સુરક્ષા વધારે મજબુત કરવા અને હથિયારો પર બાજ નજર રાખવાની તાકીદની જરૂર દેખાઇ રહી છે.
દેશભરમાં હથિયારોની નિયમિત ગણતરી પણ થવી જાઇએ.હાલમાં બનેલી ઘટના સેના અને સરકાર માટે આંખ ખોલનાર તરીકે રહી છે. ઝડપાયેલા પુર્વ જવાનની કઠોર પુછપરછ કરીને તમામ માહિતી તેની પાસેથી એકત્રિત કરવાની જરૂર છે. સાથે સાથે સૈન્ય હથિયાર ભંડારની સુરક્ષા ૨૪ કલાક માટે વધુ મજબુત કરવામાં આવે તે જરૂરી છે.