હાલમાં બેંકો પાસેથી લોન લઇને પરત ન કરવાના કેસો સામાન્ય બની ગયા છે. આવી જ રીતે કરોડોનું કૌંભાડ કરનાર વિક્રમ કોઠારી પણ આજકાલ સમાચાર પત્રોની હેડલાઇન બની ચૂક્યા છે. વિક્રમ કોઠારીના સંઘર્ષની કહાણી પણ રસપ્રદ છે.
મળતી માહિતી મુજબ વિક્રમના પિતા મનસુખલાલ ૫૦ના દાયકામાં કાનપુરમાં સાયકલ પર પાન મસાલાનું વેચાણ કરતાં હતા. આ નાનકડી ફેરી બાદ ધીરે-ધીરે વધારતા તેઓ અન્ય પ્રોડક્ટ્સની ડિસ્ટ્રીબ્યુશન પણ કરવા લાગ્યા અને કોઠારી પરિવાર આર્થિક રીતે મજબૂત બનતો ગયો. આ બાદ તેઓએ પાન મસાલાની બ્રાંડ પાન પરાગને બજારમાં લાવવામાં આવી.
આ પાન મસાલાના ૧૦૦ ગ્રામના ડબ્બા જે ૫ રૂપિયામાં મળતા હતા તેણે દેશ-વિદેશના માર્કેટમાં આગવું સ્થાન મેળવી લીધુ. ત્યારબાદ, પાન પરાગ પાન મસાલાનું સમાનાર્થી બની ગયું. ધીરે- ધીરે અમેરિકા, યુરોપ અને ગલ્ફ કંટ્રીઝમાં પોતાની પહોંચ બનાવી દીધી. આગળ જતા પાન મસાલાના વ્યવસાય ઉપરાંત રોટોમેક પેન અને યસ મિનરલ વોટરની પણ રજૂઆત કરવામાં આવી. આ બ્રાંડ્સે પણ પ્રસ્થાપિત બ્રાંડ્સને પણ હંફાવી દીધી હતી.
પરિવારઃ
વિક્રમ કોઠારીના લગ્ન સાધના સાથે થયેલ છે અને તેમનુ એક બાળક પણ છે જેનું નામ રાહુલ કોઠારી છે. તેમના પિતાનું નામ મનસુખભાઇ કોઠારી છે અને ભાઇનું નામ વિક્રમ કોઠારી છે. તેમનો પરિવાર હાલમાં કાનપુરમાં રહે છે.
વિક્રમ કોઠરીએ રોટોમેક કંપનીમાં થયેલા બેંક દેવાને લઇને ચર્ચામાં છે. હાલમાં ઇડી દ્વારા તપાસ કરાઇ રહી છે.