નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની સામે જાતિય શોષણના આરોપને કાવતરા ગણાવનાર વકીલ ઉત્સવ બેન્સના દાવામાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું છે કે, નિવૃત્ત જજ એકે પટનાયક દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવશે. દિલ્હીના પોલીસ કમિશનર, સીબીઆઈ નિર્દેશક અને આઈબી ચીફ પાસેથી સહકાર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા મામલાની સુનાવણી દરમિયાન ત્રણ જજની બેંચ લાલઘૂમ દેખાઈ હતી.
મામલાની સુનાવણી કરી રહેલી જસ્ટિસ અરુણા મિશ્રા, જસ્ટિસ આરએફ નરિમન અને જસ્ટિસ દિપક ગુપ્તાની બેંચે કહ્યું હતું કે, અમે હંમેશા સાંભળીએ છીએ કે બેંચ ફિક્સિંગ થઇ રહી છે. આ બાબત હંમેશા માટે બંધ થવી જોઇએ. બેંચે કહ્યું હતું કે, અમે જજ તરીકે ખુબ ચિંતિત છીએ. જસ્ટિસ અરુણા મિશ્રાએ તો અહીં સુધી કહી દીધું હતું કે, અમીર અને પ્રભુત્વ ધરાવતા લોકો કોર્ટને મની પાવર મારફતે ચલાવવા માંગે છે. બેંચે ચેતવણી આપતા કહ્યું હતું કે, આગ સાથે રમવાની સ્થિતિમાં આંગળી દાઝી શકે છે.
વકીલ ઉત્સવે ટોચની કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને દાવો કર્યો હતો કે, ચીફ જસ્ટિસ ઉપર આક્ષેપો એક મોટા કાવતરાના હિસ્સા તરીકે છે. વકીલે પોતાની એફિડેવિટમાં દાવો કર્યો હતો કે, જસ્ટિસ રંજન ગોગોઈની સામે જાતિય શોષણના આરોપ કાવતરાના ભાગરુપે છે. વકીલે એવો દાવો પણ કર્યો તો કે, તેમની પાસે આના પુરાવા પણ રહેલા છે. વકીલ બેન્સે એફિડેવિટમાં મુકવામાં આવેલા આક્ષેપોની તપાસને લઇને ઉંડી તપાસ શરૂ કરી દીધી છે. ખુબ જ ગુસ્સામા જસ્ટિસ અરુણા મિશ્રાએ કહ્યું હતું કે, લોકો જાણતા નથી કે, આગ સાથે રમત રમી શકાય નહીં. હવે અમે શાંત બેસીશું નહીં. શÂક્તશાળી લોકો કોર્ટને પોતાની રીતે ચલાવવા માંગે છે. છેલ્લા ચાર વર્ષથી સુપ્રીમ કોર્ટમાં જે ચાલી રહ્યું છે, જે પ્રકારથી આક્ષેપો થઇ રહ્યા છે જેનાથી આ સંસ્થા ખતમ થઇ જશે.