વર્લ્ડ મેલેરિયાની ઉજવણી દર વર્ષે ૨૫મી એપ્રિલના દિવસે કરવામા આવે છે. એ દિવસે મેલેરિયા રોગના સંબંધમાં દર વર્ષે જાણકારી આપવામાં આવે છે. વૈશ્વિક સ્તર પર આ રોગને રોકવા માટે તમામ પગલા લેવામાં આવે છે છતાં આ રોગના કેસ સતત સપાટી પર આવી રહ્યા છે. મેલેરિયાની વાત કરવામાં આવે તો આ તે પ્લાજ્મોડિયમ નામના પૈરાસાઇટ મારફતે થતી બિમારી છે. તે માદા એનાફિલિજ મચ્છર કરડવાના કારણે થાય છે. આ પ્રકારના મચ્છર પ્રદુષિત પાણીમાં રહે છે. સામાન્ય રીતે મચ્છરો સુર્યાસ્ત થયા બાદ જ રાત્રી ગાળામાં વધારે કરડે છે. કેટલાક કેસોમાં મેલેરિયા અંદર અંદર વધી જાવાના હોય છે. આવી સ્થિતીમાં તાવ વધારે ન હોવાની સ્થિતીમાં નબળાઇ થવા લાગે છે. જેના લીધે એક સ્તર પર દર્દીને હિમોગ્લોબિનની કમી થાય છે. જેથી તે એનમિક થઇ જાય છે.
૨૫મી એપ્રિલના દિવસે દુનિયામાં વર્લ્ડ મેલેરિયા દિવસ મનાવવામાં આવે છે. એમ તો મેલેરિયા વરસાદની સીઝનમાં થનાર તકલીફ છે. તે જુલાઇ અને નવેમ્બર વચ્ચેના ગાળામાં વધારે ફેલાય છે. મેલેરિયાની સ્થિતીમાં દરેક વ્યક્તિની બોડી કઇ રીતે રિએક્ટ કરશે તે જુદી જુદી બાબતો પર આધારિત છે. જા કોઇ વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે તો તેને મેલેરિયાના મચ્છરો કરડે તો પણ કઇ થતુ નથી. પરંતુ અન્ય કોઇ વ્યક્તિ માટે મેલેરિયા જીવલેણ સાબિત થઇ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં દર વર્ષે ૧૮ લાખ લોકો મેલેરિયાના સકંજામાં આવે છે. સમગ્ર દુનિયામાં મેલેરિયાથી પ્રભાવિત દેશોમાં ૮૦ ટકા મેલેરિયાના કેસ ભારત, ઇથિયોપિયા, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયામાં થાય છે. વિશ્વ મેલેરિયા રિપોર્ટ મુજબ મેલેરિયાના ટાઇપ પી વિવેક્સમાં સમગ્ર દુનિયાના ૮૦ ટકા મામલામાં ત્રણ દેશો સામેલ છે. જેમાં ભારત પણ સામેલ છે. ભારતમાં મલેરિયાના કારણે થતા મોત અંગે સત્તાવાર નવો આંકડો થોડાક સપ્તાહમાં જારી કરવામાં આવનાર છે ત્યારે મલેરિયાથી થતો મોતનો આંકડો ૪૦ ગણો વધુ દેખાય તેવી શક્યતા છે.
નેશનલ વેક્ટર બર્ન ડિસીજ કન્ટ્રોલ પ્રોગ્રામ દ્વારા રચવામાં આવેલી ૧૬ સભ્યોની કમિટી હવે ભારતમાં મલેરિયાના કારણે મોતનો આંકડો કેટલો છે તે અંગેનો આંકડો જારી કરશે. મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, આંધ્રપ્રદેશ, કર્ણાટમાં મોતનો આંકડો મોટો નિકળે તેવી શક્યતા છે. વેક્ટર બર્ન રોગના કારણે વર્ષે સરેરાશ મોતનો આંકડો ઉંચી સપાટીએ પહોંચી શકે છે. અહેવાલ મુજબ મલેરિયાથી મોત માટેનો સત્તાવાર આંકડો વર્ષ ૨૦૧૦-૧૧માં ક્રમશઃ ૧૦૨૩ અને ૪૩૦ જેટલો હતો. ભારતમાં દર વર્ષે મલેરિયાથી ૩૦૦૧૪અને ૪૮૬૬૦ જેટલા લોકોના મોત થાય છે. આનો મતલબ એ થયો કે દર વર્ષે સરેરાશ ૪૦૨૯૭ ભારતીઓના મોત થાય છે. એકંદરે મલેરિયાના કેસોની સંખ્યા ૯.૭૫ મિલિયન છે. એક અગ્રણી અખબારે મલેરિયા અંગોને અહેવાલ જારી કરવામાં આવ્યા બાદ આ આંકડા જારી કરાયા છે. લેનસેટ અભિયાસને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ ૨૦૧૦માં ૪૬૮૦૦ ભારતીઓના મોત થયા હતા. અભ્યાસમાં એમ પણ જણાવવામા આવ્યું હતું કે પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં મોતના કેસ ૪૮૦૦ હતા.
કેન્દ્ર સરકારના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૪માં દેશભરમાં મલેરયાના ૧૧ લાખથી વધારે મામલા સપાટી પર આવ્યા હતા. જો કે આ આંકડો વર્ષ ૨૦૧૬માં ઘટીને ૧૦ લાખ થઇ ગયો હતો. જા કે વર્ષ ૨૦૧૫માં આ સંખ્યા વધીને ૧૧ લાખથી ઉપર પહોંચી ગઇ હતી. મેલેરિયાના કારણે થયેલા મોતના આંકડા પર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે તેમાં ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૪માં મેલેરિયાના કારણે ૫૬૨ લોકોના મોત થયા હતા. જ્યારે વર્ષ ૨૦૧૫માં ૩૮૪ લોકોના મોત થયા હતા. વર્ષ ૨૦૧૬માં ૨૪૨ લોકોના મોત થયા હતા. ઘરમાં કોઇને તાવ છે તો તેને મચ્છરદાનીમાં રાખવામાં આવે તે જરૂરી છે. જો મચ્છર દર્દીને કરડીને અન્ય કોઇ વ્યક્તિને પણ ઘરમાં કરડી જાય છે તો તેને પણ મેલેપિયા બિમારી થવાનો ખતરો રહે છે. મેલેરિયાના કેટલાક સર્વસામાન્ય કેસો રહેલા છે. દર્દીને એક દિવસ છોડીને બીજા દિવસે તાવ આવે છે. ઠંડી લાગીને તાવ આવે છે.