દિશાની ભારત ફિલ્મ પાંચમી જૂને રજૂ કરવા માટેનો નિર્ણય

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ : બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી અભિનેત્રી દિશા પટની  લોકપ્રિય સ્ટાર અભિનેત્રીની યાદીમાં સામેલ થઇ રહી છે. તેને સલમાન ખાન સાથેની ભારતમાં કામ કરવાની તક મળ્યા બાદ હાલના દિવસોમાં ભારે ખુશ દેખાઇ રહી છે.ભારત ફિલ્મમાં દિશા પટની તબ્બુ, કેટરીના કૈફ જેવી અભિનેત્રીઓની સાથે નજરે પડશે. ફિલ્મમાં સુનિલ ગ્રોવર અને જેકી શ્રોફની પણ ભૂમિકા રહેલી છે. આ ફિલ્મ પાંચમી જૂનના દિવસે રજૂ કરવાનો નિર્ણય કરાયો છે. આ  ફિલ્મમાં કામ કર્યા બાદ તેને વધુ મોટી ફિલ્મ હાથ લાગે તેવી શક્યતા છે.

બોલિવુડ અને હોલિવુડની ફિલ્મોમાં કામ કરી રહેલી પ્રિયંકા ચોપડાએ આ ફિલ્મ છોડી દીધા બાદ ફિલ્મના કલાકારોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. પ્રિયંકાની જગ્યાએ પહેલા કેટરીના કેફને લેવામાં આવી હતી.  સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ મળ્યા બાદ તે ભારે ખુશ દેખાઇ રહી છે. થોડાક સમય પહેલા રજૂ કરવામાં આવેલી તેની બાગી-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મમાં પણ તે નજરે પડી હતી. તેની પાસે સારા સારા પ્રોજેક્ટ આવી રહ્યા છે. સલમાન ખાનની મોટી ફિલ્મ હાથ લાગ્યા બાદ તે ભારે ખુશખુશાલ દેખાય છે.

સલમાન ખાનના પ્રોડક્શન હેઠળ જ આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ભારત ફિલ્મમાં રોલ મેળવી લેવા માટે શ્રદ્ધા કપુરે પણ તમામ તાકાત લગાવી હતી જા કે તેને સફળતા મળી નથી. બાગી-૨ ફિલ્મ બાદ દિશા પાસે હાલમાં કોઇ ફિલ્મ ન હતી જેથી તેની પસંદગી કરી લેવામાં આવ્યા બાદ તે આશાવાદી બનેલી છે. સલમાન ખાનના સૌથી મોટા પ્રોજેક્ટ તરીકે આને ગણવામાં આવે છે. ફિલ્મમાં ભારતના ૭૦ વર્ષના ઇતિહાસનો ઉલ્લેખ કરવામાં આવનાર છે. જેમાં ભારત-પાકિસ્તાનના ભાગલાની વાર્તા  સામેલ છે. કેટરીના-સલમાનની જાડી ફરી સાથે દેખાઇ રહી છે.

Share This Article