સુરત : ભારતના મુખ્ય ફેસ વોશ બ્રાન્ડ હિમાલયા પ્યૂરિફાઇંગ નીમ ફેસ વોશે આજે સુરતમાં અગરવાલ વિદ્યા વિહાર ખાતે પોતાના દેશવ્યાપી કેમ્પેઇન “માય ફર્સ્ટ પિંપલ”ના ત્રીજા ચરણમાં પ્રવેશ કર્યો. “માય ફર્સ્ટ પિંપલ” એક અનોખી પહેલ છે જેનો ઉદ્દેશ્ય ૧૩-૧૭ વર્ષના ટીનેજર્સને જોડવાનો છે. તેના પાછળ બ્રાન્ડનો ઇરાદો ટીનેજર્સની વધતી ઉંમર દરમિયાન સામે આવતી ભાવનાત્મક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવાનો છે જેમાં પિંપલ પણ સામેલ છે.
ધ હિમાલયા ડ્રગ કંપની ફેસવોશ – કન્ઝ્યુમર પ્રોડક્ટ ડિવીઝનના બ્રાન્ડ મેનેજર કીર્તિકા દામોદરને જણાવ્યું કે, “દેશમાં મુખ્ય ફેસવોશ બ્રાન્ડના રુપમાં, અમે હંમેશા છોકરીઓને ‘પિંપલ ફ્રી, હેલ્ધી સ્કિન’ પ્રદાન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ટીનેજર્સ માટે, આ એક મુશ્કેલ ભર્યો સમય છે. જ્યાં તેમનું શરીર કેટલાંક બદલાવ સાથે પસાર થાય છે, અને સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ જ પરેશાન કરવાવાળી હોઇ શકે છે. તે ઉપરાંત શારીરિક દિખાવટના સંબંધમાં નકારાત્મક ટિપ્પણી એક છોકરીના આત્મવિશ્વાસ અને આત્મ-સન્માનને પ્રભાવિત કરી શકે છે. ‘માય ફર્સ્ટ પિંપલ’ અભિયાન એક મંચ છે જ્યાં યુવાન છોકરીઓમાં આત્મવિશ્વાસની કમી સાથે પિંપલ્સ સાથે જોડાયેલ મુદ્દા વિશે જાગરુકતા વધારી શકાય છે. આ તેમને આશ્વસ્ત કરે છે કે પિંપલ્સ તેમની વધતી ઉંમરનો ભાગ છે અને જીવનમાં તેમનાથી પણ મોટી કેટલીક મુશ્કેલીઓ છે જેના પર તેમણે ધ્યાન આપવાની આવશ્યકતા છે.
આ પહેલની સાથે પોતાના સહયોગ વિશે મ્યુઝિક કોમ્પોઝર અને સિંગર જસ્લીન રોયલે જણાવ્યું કે, “મોટાભાગની ટીનેજર્સ માટે, પિંપલ્સ તેમના વધતાં દિવસોમાં એક ભાગ બની જાય છે. પરંતુ તેઓએ પોતાના સપનાને હાંસિલ કરવા માટે પરેશાન અને રોડ બ્લોક બનવા દેવું જોઇએ નહિં. તેમણે પોતાની શિક્ષા, શોખ અને રુચી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ, જેનાથી તે આગળ વધવા માંગે છે. પોતાની ત્વચા પર વિશ્વાસ હોવો જોઇએ, ઘણું જ્ઞાન મેળવવું જોઇએ અને શીખવું જોઇએ. હું આ પહેલમાં હિમાલયા સાથે જોડાઇને ખૂબ જ ખુશી અનુભવું છે. આ મને ડ્રાઇવ અને ભાવના પ્રદાન કરવા મને ખુશી આપે છે હું બધી છોકરીઓને પોતાના માથાની સાથે ઉંચું જોવા માંગું છું.”
આ પહેલના એક ભાગના રુપમાં, હિમાલયા સ્કુલની વિદ્યાર્થીનીઓ માટે ઇન્ટરેક્ટિવ સેશન આયોજિત કરવા માટે વિવિધ ભાગની સફળ મહિલાઓના સમૂહ સાથે જાડાયેલ છે. આ પ્રભાવશાળી મહિલાઓ પોતાની વ્યકિતગત કહાનીઓ શેર કરશે અને છોકરીઓને તેમની જીંદગીના મોટા લક્ષ્યોં પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કરશે.