કોલંબો : સમગ્ર શ્રીલંકાને હચમચાવી મુકનાર સિરિયલ બ્લાસ્ટ માટેની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. આ આત્મઘાતી સિરિયલ બોંબ બ્લાસ્ટમાં મોતનો આંકડો વધીને હવે ૩૨૫ ઉપર પહોંચી ગયો છે જ્યારે ઘાયલોની સંખ્યા ૫૦૦થી વધુ છે જેથી મોતનો આંકડો હજુ વધી શકે છે. કારણ કે ઇજાગ્રસ્તો પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આ સંગઠનના નજીકના લોકો દ્વારા આ હુમલા માટેની જવાબદારી સ્વીકારવામાં આવી છે.
જા કે, આ સંગઠને તેના દાવા માટે કોઇ પુરાવા આપ્યા નથી પરંતુ કહેવામાં આવ્યું છે કે, શ્રીલંકામાં આ હુમલો ન્યુઝીલેન્ડમાં મસ્જિદમાં કરવામાં આવેલા હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે. વિનાશકારી ઇસ્ટર બોંબિંગ ન્યુઝીલેન્ડમાં કરાયેલા હુમલાનો બદલો લેવા કરાયો છે. બે સ્થાનિક ઇસ્લામિક સંગઠનનો રવિવારના બ્લાસ્ટ પાછળ હાથ હોઈ શકે છે. પ્રાથમિક તપાસ સંકેત આપે છે કે, ન્યુઝીલેન્ડમાં મસ્જિદમાં કરાયેલા હુમલાનો બદલો લેવા આ હુમલો કરાયો છે. ૧૫મી માર્ચના દિવસે ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદોમાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૫૦ લોકોના મોત થયા હતા. એક હુમલાખોર દ્વારા આ હુમલાને અંજામ અપાયો હતો. વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘે દ્વારા સંસદમાં કહેવામાં આવ્યું છે કે, તપાસકારો વિદેશી કનેક્શનમાં તપાસ કરી રહ્યા છે. બીજી બાજુ આજે રાષ્ટ્રીય શોક દિવસ હતો. માર્યા ગયેલા લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ચર્ચ ઉપર સંભવિત હુમલાને લઇને એક મહિના પહેલા ચેતવણી આપવામાં આવી હોવા છતાં અસરકારક પગલા કેમ લેવાયા ન હતા તેને લઇને સરકાર ઉપર દબાણ વધી રહ્યું છે. નેશનલ તોહિદ જમાત ગ્રુપ દ્વારા આ હુમલા કરવામાં આવ્યા હતા. રવિવારે ૨૦ મિનિટની અંદર ત્રણ ચર્ચ અને ત્રણ લકઝરી હોટલો ઉપર હુમલા કરાયા હતા. ત્યારબાદ વધુ બે વિસ્ફોટ ડાઉન માર્કેટ અને પાટનગર કોલંબોમાં એક મકાનમાં કરાયા હતા. આ બ્લાસ્ટમાં બ્રિટિશ, યુએસ, ઓસ્ટ્રેલિયા, તુર્કિસ, ભારતીય, ડેનિસ, ડચ અને પોર્ટુગલના નાગરિકોના માત થયા હતા. માર્યા ગયેલાઓમાં ૪૫ બાળકો પણ છે. શ્રીલંકામાં રવિવારના દિવસે ઇસ્ટર પર્વ પર એક પછી એક આઠ પ્રચંડ બોમ્બ ધડાકા થયા હતા. જેના કારણે સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું . હુમલાખોરોએ ચર્ચ અને હોટલોને ટાર્ગેટ બનાવીને આ વિનાશક હુમલા કર્યા હતા. સિરિયિલ બોમ્બ બ્લાસ્ટથી સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું. મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. કારણ કે ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર છે. આજે મોતનો આંકડો વધીને ૩૨૫ ઉપર પહોંચ્યો હતો. શ્રીલંકાના ઈતિહાસમાં થયેલા હજુ સુધીના સૌથી વિનાશક હુમલા તરીકે આને જાવામાં આવે છે.
માર્યા ગયેલાઓમાં ૪૦થી વધુ વિદેશી નાગરિકો છે જેમાં અમેરિકા, ભારત અને અન્ય દેશોના નાગરિકો સામેલ છે. શ્રીલંકન પોલીસના તમામ જવાનોની રજા રદ કરી દેવામાં આવી છે. શ્રીલંકામાં એક પછી એક બ્લાસ્ટનો સીલસીલો શરૂ થયો હતો. શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ માટે આઘાતનું મોજુ ફરી વળ્યું છે. શ્રીલંકા આઘાતમાં ડુબેલું છે. બીજી બાજુ શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલા સિરિસેનાએ અડધી રાતથી ઇમરજન્સી લાગૂ કરવાની જાહેરાત કરી છે. સરકારના પ્રવક્તાનું કહેવું છે કે, આ સિરિયલ બ્લાસ્ટ માટે ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન નેશનલ તોહિદ જમાતની ભૂમિકા છે. શ્રીલંકામાં રવિવારના દિવસે સિરિયલ બ્લાસ્ટ કરાયા બાદ વ્યાપક દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ૨૫થી વધુની ધરપકડ કરવામાં આવી ચુકી છે. નવી નવી વિગતો ખુલી રહી છે.