મુંબઇ : શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સતત બીજા દિવસે મંદી જાવા મળી હતી. આજે વધુ ૮૦ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. આની સાથે જ છેલ્લા બે દિવસના ગાળામાં ૫૭૫ પોઇન્ટ સુધીનો નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યું છે. એક મહિનાના ગાળામાં ઓટોના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ઓટોના શેર સૌથી નીચી સપાટી ઉપર પહોંચી ગયા છે. આજે મારુતિ, યશ બેંક, ઇન્ડસબેંક, તાતા સ્ટીલ અને એનટીપીસીના શેરમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો.
૩૦ ઘટકો પૈકી ૨૦ શેરમાં મંદી રહી હતી. ૧૦ શેરમાં તેજી રહી હતી. નિફ્ટીમાં પણ ૧૮ પોઇન્ટનો ઘટાડો રહેતા ઉથલપાથલ જારી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૫ પોઇન્ટનો સુધારો રહેતા તેની સપાટી ૧૫૧૫૩ રહી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૧૭ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૮૦૪ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૫૦ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૧૯૯ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૭૮૫ રહી હતી. ભારતી એરટેલના શેરમાં ૧.૪૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. એવેન્યુ સુપર માર્કેટના શેરમાં ૨.૭૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં વધારાનો દોર જારી રહ્યો છે. બ્રેન્ટ ક્રુડની કિંમત વધીને પ્રતિબેરલ ૭૪.૫૮ ડોલર સુધી પહોંચી ગઈ છે. શેરબજારમાં ગઇકાલે જારદાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૪૯૫ પોઇન્ટ અથવા તો ૧.૨૬ ટકા ઘટીને ૩૮૬૪૫ની નીચી સપાટીએ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૫૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૫૯૪ રહી હતી.
છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટમાં ખૂબ સારો દેખાવ રહ્યો હતો. બંને ચાવીરૂપ ઈન્ડેક્સમાં આશરે એક ટકાનો ઉછાળો રહ્યો હતો. મોટાભાગના લોકો માની રહ્યા છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ફરી સત્તામાં આવશે . એફપીઆઈ પ્રવાહની ચર્ચા પણ જાવા મળી રહી છે. એપ્રિલ મહિનામાં હજુ સુધી એફપીઆઈ દ્વારા જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે. રૂપિયાની દિશા કેવી રહેશે તેના ઉપર પણ રોકાણકારોની નજર રહેશે. સાપ્તાહિક આધાર ઉપર છેલ્લા સપ્તાહમાં રૂપિયો ૧૮ પૈસા ઘટી ગયો હતો. વૈશ્વિક સ્તેર પણ ઘટનાક્રમ જાવા મળશે. ગુરૂવારના દિવસે વ્યાજદરના સંદર્ભમાં બેંક ઓફ જાપાન પરિણામ જાહેર કરશે.
વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૧૧૦૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વૈશ્વિક સ્તર પર લિક્વિડિટીની સ્થિતિને લઈને માહોલ સુધરી રહ્યો છે. આંકડા દર્શાવે છે કે વિદેશી મૂડીરોકાણકારોએ અગાઉના બે મહિનામાં જંગી નાણા ઠાલવ્યા હતા જે પૈકી ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. તે પહેલા જાન્યુઆરી મહિનામાં મૂડી માર્કેટમાંથી એફપીઆઈ દ્વારા ૫૩૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ડિપોઝીટરી ડેટામાં જણાવવામાં આવ્યું છે કે પહેલીથી ૧૬મી એપ્રિલ વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઈક્વિટીમાં ૧૪૩૦૦.૨૨ કરોડ રૂપિયા ઠાલવ્યા છે .