અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રાણીપમાં મતદાન કર્યા બાદ તમામ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરી હતી. મોદીએ તેમના સંબોધનમાં કહ્યુ હતુ કે ત્રાસવાદીઓની પો જે આઇઇડી હથિયાર છે તેના કરતા પણ વોટર આઇડી વધારે શક્તિશાળી છે. મતદાનનો ઉપયોગ કર્યા બાદ મોદી મિડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્ય હતુ કે મોટી સંખ્યામાં લોકો મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે.
મોદી પ્રથમ વખત મત આપી રહેલા તમામ મતદારોને ૧૦૦ ટકા મત આપવા અપીલ કરી હતી. મોદીએ કહ્યુ હતુ કે પ્રથમ અને બીજા તબક્કામાં મોટી સંખ્યામાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી ચુક્યા છે. અગાઉ મતદાન કરતા પહેલા મોદી તેમના માતાને મળવા માટે પહોંચી ગયા હતા. માતા હિરાબાના આશીર્વાદ લેવા માટે પહોંચી ગયા હતા. દર વખતની જેમ આ વખત પણ મોદી સવારમાં તેમના માતાને મળવા માટે ગયા હતા.ત્રીજા તબક્કાની ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષોના ૩૧૬, ક્ષેત્રિય પક્ષોના ૭૬, રજિસ્ટર્ડ બિનમાન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષોના ૪૯૬ અને ૭૨૪ અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
આ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ ગયા છે. કરોડપતિ ઉમેદવારોની સંખ્યા ૩૯૨ છે. ૧૬૦ ઉમેદવારની સંપત્તિ પાંચ કરોડથી વધારે છે. આ તબક્કામાં ગુજરાતની તમામ ૨૬, કેરળની તમામ ૨૦ બેઠકો માટે મતદાન થશે. વિવિધ રાજ્યોમાં મતદારો ભારે ઉત્સાહિત થયેલા છે. આ વખતની ચૂંટણી અલગ પ્રકારની દેખાઇ રહી છે.