લોકસભા ચૂંટણીને લઇને મતદાનના બે તબક્કા પૂર્ણ થઇ ચુક્યા છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ મુદ્દાથી ઉપર રાષ્ટ્વાદનો મુદ્દો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રવાદનો મુદ્દો જારદાર રીતે ઉઠાવીને પાર્ટીની તરફેણમાં લહેર સર્જવા માટેના પ્રયાસ કર્યા છે. સાથે સાથે કોંગ્રેસ પાર્ટીના મુદ્દાને જ પોતાનો મુદ્દો બનાવી લીધો છે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પહેલા ચોકીદાર ચોર હેનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા.
જો કે હવે આ મુદ્દા પર તેમની પીછેહટ થઇ ગઇ છે. ચૂંટણી પ્રચારમાં મોદીએ ઝંઝાવતી પ્રચારમાં સર્જકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, દેશને મહાશક્તિ બનાવવા માટેના મુદ્દાને મુખ્ય રીતે ઉઠાવ્યા છે. યુવા મતદારોને પણ આ રીતે પ્રભાવિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છ. આ વખતે લોકસભાની ચૂંટણીમાં વર્ષ ૨૦૧૪ જેવી લહેર દેખાઇ રહી નથી પરંતુ મુખ્ય મુદ્દો રાષ્ટ્રવાદનો ચોક્કસપણે ચમકી રહ્યોછે. આ મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી બેકફુટ પર દેખાઇ રહી છે.
મોદી ખુલ્લી રીતે આ મુદ્દાને ચગાવીને મતદારોમાં દેશભાવના મજબુત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને કેટલો મળે છે તે બાબત તો ૨૩મી મેના દિવસે ચૂંટણી પરિણામ જાહેર કરાશે ત્યારે જ જાણી શકાશે. કોંગ્રેસે કોઇ એક મુદ્ા પર માહોલ સર્જી રહી નથી. તેમના દ્વારા નોટબંધી, જીએસટી જેવા મુદ્દા ઉઠાવાવામાં આવ્યા છે. ખેડુત દેવા માફીની કોંગ્રેસે જારદાર રીતે વાત કરી છે.