ગણેશ ચતુર્થી એટલે ગણપતિ ની આરાધનાનો દિવસ. હવે ગણેશ ચતુર્થીનો પ્રારંભ થવા જશે. અને ભક્તો ગણેશાની આરાધના કરશે. આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણપતિ મંગળકર્તા છે. વિઘ્ન વિનાશક છે, કલ્યાણકર્તા છે. જે કોઇ તેમની શરણમાં જાય છે, તેમનું ભગવાન ગણેશ કલ્યાણ કરે છે. એકવાર દેવર્ષિ નારદ પણ સંકટમાં આવી ગયા હતા, તેઓ બહુ ફર્યા પણ તેમના સંકટનું સમાધાન મળતુ નહતું. ત્યારે ભગવાન શંકરજી ના કહેવાથી તેમણે સંકટનાશન સ્તોત્રની રચના કરી. આ સ્તોત્રનું સ્તવન કરવાથી જીવનમાં કયારેય સંકટ નથી રહેતું, દરેક સંકટ દૂર થાય છે. ચતુર્થીના દિવસે આ સ્તોત્રનું યથાશક્તિ પ્રમાણે પાંચ વાર પાઠ કરવો. રિધ્ધિ સિધ્ધિ આપના ઘરે આવશે. કોઇ પણ પ્રકારનું સંકટ હોય, ગૌરીપુત્ર આપની મનોકામના પુરી કરશે.
સંકટનાશન સ્તોત્ર : (નારદ પુરાણ)
પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ
ભક્તાવાસં સ્મરેનિત્યમ આયુષ્કામાર્થ સિધ્દ્વયે ॥ ૧ ॥
પ્રથમં વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતીયકમ
તૃતીયં કૃષ્ણપિડ્ગાક્ષં ગજવક્ત્રં ચતુર્થકમ ॥ ૨ ॥
લમ્બોદરં પગ્ચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ
સપ્તમં વિઘ્નરાજેન્દ્રં ઘુમ્રવર્ણ તથાષષ્ટમ ॥ ૩ ॥
નવમં ભાલચંદ્રં ચ દશમં તુ વિનાયકમ
એકાદશં ગણપતિં દ્વાદ્વશં તુ ગજાનનમ ॥ ૪ ॥
દ્વાદ્વશેતાનિ નામાનિ ત્રિસંધ્યં ય:પઠેન્નર:
ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિધ્દ્વિકર પ્રભો ॥ ૫ ॥
વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થી લભતે ધનમ
પુત્રાર્થી લભતે પુત્રાન્મોક્ષાર્થી લભતે ગતિમ ॥ ૬ ॥
જપેદ્વણપતિસ્તોત્રં ષડર્ભિર્માસે ફલં લભેત
સંવત્સરેણ સિધ્દ્વીં ચ લભતે નાત્ર સંશય: ॥ ૭ ॥
અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્વ લિખિત્વા ય: સમર્પયેત
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: ॥ ૮ ॥