હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓની બોલબાલા હવે આધુનિક સમયમાં વધી રહી છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલા કારોબારીઓ જુદા જુદા વિકલ્પનો ઉપયોગ કરીને પોતાની કુશળતા મારફતે જંગી કમાણી કરી શકે છે. હેન્ડીક્રાફ્ટની ચીજો મુખ્ય રીતે ભારત, ચીન અને અફઘાનિસ્તાનની વધારે જોવા મળે છે. ખુબ ખુબસુરત અને નવી નવી હેન્ડીક્રાફ્ટની ચીજા યુવા પેઢીમાં લોકપ્રિય છે. આવી સ્થિતીમાં આનો કારોબાર રોકેટગતિથી વઘી રહ્યો છે. જોકે ઓનલાઇન વેચાણના મામલે ભારતીય લોકો પાછળ રહ્યા છે. જો કે તેમાં પણ આગામી દિવસોમાં જોરદાર તેજી આવવાના સંકેત તો છે.
સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં આશરે ૭૦ લાખ આર્ટિજન છે. જે જુદા જુદા પ્રકારના હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટસ સાથે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે જાડાયેલા છે. છેલ્લા પાચ વર્ષના ગાળામાં આવા પ્રોડક્ટસ હવે અનેક પ્લેટફોર્મ પર જોવા મળે છે. જા કે આંકડા દર્શાવે છે કે કુલ પ્રોડક્સ પૈકી માત્ર બે ટકા ચીજા જ હજુ પણ ઓનલાઇન વેચાઇ રહી છે. ઓનલાઇન વેચાણ કરવાના મામલે ગ્રામીણ હેન્ડીક્રાફ્ટ મેકરને સૌથી મોટી સમસ્યા આવી રહી છે. આ જ કારણસર ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને તો અન્ય પ્લેટફોર્મ પર આધાર રાખવાની ફરજ પડે છે.
મોટા ભાગના હેન્ડીક્રાફ્ટ મેકર હજુ પણ તેમની પ્રોડક્ટસ વેચવા માટે મોટા ભાગે પરંપરાગત રૂટનો ઉપયોગ કરે છે. આના તરીકા પર વધારે આધારિત રહે છે. વીકડે માર્કેટ, કેફે અને આર્ટ ગેલેરી, ક્રાફ્ટ મેળા, પોપ અપ સ્ટોર અને ચેરિટી ઇવેન્ટ્સ મારફતે આવી ચીજોને સરળથી લોકો સમક્ષ મુકી શકાય છે અને લાભ લઇ શકાય છે. ક્રાફ્ટ ફેયરની ચર્ચા હાલમાં જોવા મળી રહી છે.