લોકસભા ચૂંટણી માટે મતદાનો દોર જારી રહ્યો છે. પ્રથમ બે તબક્કામાં મતદાન થઇ ચુક્યુ છે અને કુલ ૧૮૬ બેઠકો પર મતદાન પૂર્ણ થયુ છે. માહોલ કોની તરફ છે તે બાબત પર વાત કરવી મુશ્કેલ છે. તમામ મોટા પક્ષો પોત પોતાની જીતના દાવા કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીમાં મોટી જવાબદારી મળ્યા બાદ પ્રિયંકા ગાંધી વાઢેરાની સામે ઉત્તરપ્રદેશમાં અસ્તિત્વની લડાઇ લડી રહેલી કોંગ્રેસ માટે નવા પ્રાણ ફુકવાની જવાબદારી છે. કોંગ્રેસ પાર્ટી હાલમાં ચોથા સ્થાને દેખાય છે. આવી સ્થિતીમાં પ્રિયંકા પાર્ટીને કેટલી હદ સુધી બેઠી કરી શકે છે તે બાબત ઉપયોગી છે. હાલમાં દરેક રાજકીય પાર્ટીઓ નવા નવા દાવપેંચ રમી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ નવો દાવ રમ્યો છે. રાહુલે પ્રિયંકા ગાધીને પાર્ટીના મહાસચિવ તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ તેમની ચર્ચા પણ છે.
પૂર્વીય ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકે પ્રિયંકાને જવાબદારી સોંપી દેવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ આ નિર્ણયને રૂટીન તરીકે ગણાવીને તેની પ્રશંસા કરી છે. જા કે પાર્ટી કાર્યકરો અને રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે કે આ રાહુલ ગાંધીનો માસ્ટર સ્ટ્રોક તરીકે છે. કહેવામાં આવી રહ્યુ છે કે લોકોને પ્રિયંકામાં ઇન્દિરા ગાંધીની ઝલક મળે છે.જેથી આના કારણે કોંગ્રેસ પાર્ટીને ફાયદો મળી શકે છે. પાર્ટીની હાલત ઉત્તરપ્રદેશમાં ખુબ ખરાબ છે. આવી સ્થિતીમાં પાર્ટી વાપસી કરી શકે છે. આ વાસ્તવિકતા છે કે પ્રિયંકા હજુ સુધી તો બે લોકસભા સીટ રાયબરેલી એ અમેઠી સુધી મર્યાદિત રહ્યા છે. ત્યાં તે પ્રજા વચ્ચે સંપર્ક રાખવામાં સફળ રહી છે. તેની ટીવી રજૂઆત પણ સારી રહી છે. જા કે મોટી ભૂમિકા અદા કરવામાં તે કેટલી સફળ રહે છે તે બાબત તો સમય બતાવશે. કોંગ્રેસ પાર્ટી હાલમાં તેમને લઇને મોટા મોટા દાવા કરવા માટે તૈયાર નથી. હાલમાં કોંગ્રેસની સામે સૌથી મોટો પડકાર તો બસપ અને સપાના ગઠબંધનના પડકારોમાંથી બહાર નિકળવાની છે. કેટલાક નિષ્ણાંતો માને છે કે તેમના માટે સ્થિતી વધારે સારી નથી.
જાણકાર લોકોનું કહેવું છે કે, મોદી અને યોગીની જાડી તથા સમાજવાદી પાર્ટી-બસપા ગઠબંધનની વચ્ચે પ્રિયંકા ગાંધીનો કરિશ્મો થાય તેવી શક્યતા ખુબ ઓછી દેખાઈ રહી છે. રાજનીતિશા†ના પ્રોફેસર કૌશલ કિશોર મિશ્રાનું માનવું છે કે, પ્રિયંકા ગાંધીના સક્રિય રાજનીતિમાં આવવાથી પૂર્વીય ઉત્તરપ્રદેશની ૩૦ સીટો ઉપર કોઇ ખાસ અસર થશે નહીં. પૂર્વાંચલની વારાણસી સીટ પરથી વડાપ્રધાન મોદી ચૂંટણી લડે છે. તેમના પ્રભાવને ઘટાડવા માટે કોંગ્રેસે બ્રહ્મા†નો ઉપયોગ કર્યો છે. પ્રિયંકા ગાંધી પહેલા પડદા પાછળથી રાજનીતિ કરતા રહ્યા છે. પ્રોફેસર કિશોરે કહ્યં છે કે, યુવા મુસ્લિમો કોંગ્રેસનો સાથ આપી શકે છે જ્યારે મુલાયમના સમર્થકો સપાની સાથે રહી શકે છે. આનાથી મુસ્લિમ વોટનું વિભાજન થશે. ભાજપ પણ ઇચ્છે છે કે, મુસ્લિમ વોટનું વિભાજન થાય. પૂર્વીય ઉત્તરપ્રદેશમાં ત્રિકોણીય જંગ થશે. પ્રિયંકા ગાંધીની એન્ટ્રી થવાથી ભાજપ કરતા બસપ અને સપાને વધારે નુકસાન થશે. રાજકીય નિષ્ણાતો જેપી શુક્લાનું કહેવું છે કે, પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં આવવાથી માત્ર મનોવૈજ્ઞાનિક અસર થશે.