નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં અમેઠી અને વાયનાડમાંથી ઉમેદવાર રહેલા અને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતા ઉપર હવે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અમેઠીમાંથી અપક્ષ તરીકે લડી રહેલા ધ્રુવલાલના વકીલ રવિ પ્રકાશે રિટ‹નગ ઓફિસર સમક્ષ એવી ફરિયાદ કરી છે કે, રાહુલ ગાંધીએ બ્રિટિશ નાગરિકતા મેળવેલી હતી જેથી તેમનું નામાંકન રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે. તેઓએ બ્રિટનમાં નોંધાયેલી એક કંપનીના કાગળોના આધાર પર આ અંગેનો દાવો કર્યો છે. સાથે સાથે રાહુલ ગાંધીની શૈક્ષણિક લાયકાતને લઇને પણ ખામી હોવાનો આક્ષેપ કર્યો છે.
ભાજપે આ મુદ્દાને તરત જ ઉપાડી લઇને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસેથી જવાબની માંગ કરી છે. ભાજપના નેતા નરસિંહા રાવે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, રિટ‹નગ અધિકારીએ રાહુલ ગાંધીના વકીલ રાહુલ કૌશિક પાસેથી વાંધાજનક બાબતો ઉપર જ્યારે જવાબ માંગવામાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું હતું કે, તેમની પાસે પુરતા પ્રમાણમાં માહિતી નથી. સાથે સાથે આના માટે વધારે સમયની માંગ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને સોમવાર સવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ આશ્ચર્યજનક બાબત છે કે, તેમની નાગરિકતાને લઇને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા પરંતુ હજુ સુધી જવાબ આવી રહ્યા નથી. કોંગ્રેસ અને રાહુલ ગાંધીને હવે જવાબ આપવા પડશે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, રાહુલ ગાંધીની નાગરિકતાને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાહુલ ભારતના નાગરિક છે કે કેમ તેને લઇને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
કોઇ સમયે તેઓ બ્રિટિશ નાગરિક બન્યા હતા કે કેમ તેને લઇને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ૨૦૦૪ની ચૂંટણીમાં એફિડેવિટમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બેક ઓપ્સ લિમિટેડ નામની કંપનીમાં રોકાણ કરવામાં આવેલું હતું. ૨૦૦૫માં આ કંપનીના વાર્ષિક રિટર્નમાં આ કંપનીના કાગળોમાં રાહુલ ગાંધીની નાગરિકતાને બ્રિટિશ તરીકે દર્શાવવામાં આવી હતી. રાહુલ ગાંધી એ વખતે બ્રિટિશ નાગરિક હતા કે કેમ તેવા પ્રશ્નો થઇ રહ્યા છે જે કાયદોનો ભંગ છે. જા કોઇ ભારતીય બીજા દેશની નાગરિકતા સ્વીકારે છે તો તેમની ભારતીય નાગરિકતા પોતાનીરીતે ખતમ થઇ જાય છે. નાગરિકતા ખતમ થઇ ગયા બાદ દેશમાં ચૂંટણી મેદાનમાં ઉતરી શકાય નહીં. આ ઉપરાંત ૨૦૦૪થી હજુ સુધીની ચૂંટણીમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટના આધાર પર તેમની શૈક્ષણિક લાયકાતને લઇને પણ પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. ૨૦૦૪માં રાહુલે કહ્યું હતું કે, ૧૯૮૯માં તેઓએ ૧૨માં અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ૧૯૯૫માં એમફિલની ડિગ્રી મેળવી હતી.
૧૯૯૪માં રોલિસ કોલેજ ઓફ ફ્લોરિડામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી અને ૧૯૯૫માં ડેવલપમેન્ટ ઇકોનોમિક્સમાં ટ્રિનિટી કોલેજમાં એમફિલની ડિગ્રી મેળવી હતી. ૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલે કહ્યું છે કે તેઓએ ડેવલપમેન્ટ સ્ટડીમાં એમફિલની ડિગ્રી મેળવી છે. રાહુલ ગાંધીને કઈ ડિગ્રી મેળવી છે તે બાબત યાદ નથી.