નવી દિલ્હી : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પુરી તાકાત લોકસભા ચૂંટણીને લઇને લગાવી રહ્યા છે. રાહુલ ગાંધી હવે આવતીકાલે રવિવારના દિવસે ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચી રહ્યા છે. રાહુલ ગાંધી આવતીકાલે ઉત્તર ગુજરાતમાં બે જગ્યાએ પ્રચાર કરનાર છે. રાહુલ મહેસાણા, પાટણ,, બનાસકાઠા તેમજ સાબરકાઠા લોકસભા સંસદીય ક્ષેત્રના મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસ કરનાર છ.ે રાહુલે પણ ગુજરાતમાં મોદીની જેમ એકપછી એક સભા કરી છે.
બનાસકાઠામાંથી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પારથી ભટોલ છે. જ્યારે મહેસાણા બેઠક પર એજે પટેલને , સાબરકાઠામાં રાજેન્દ્ર ઠાકોરને અને પાટણમાં જગદીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. રાહુલ ગાંધી પણ અનેક રેલીઓ કરી ચુક્યા છે. જેમાં રાહુલે ભાવનગરમાં રાજુલા રોડ પર અને શુક્રવારના દિવસે પોરબંદરના વંથલી તેમજ ભુજમાં સભા કરી ચુક્યા છે. રાહુલ ગાંધીએ શુક્રવારના દિવસે બારડોલી લોકસભા ક્ષેત્રના ઉમેદવાર તુષાર ચૌધરીના સમર્થનમાં રેલી કરી ચુ્ક્યા છે. તેમની એકપછી એક સભા થઇ રહી છે. રાહુલ ગાંધી પણ કોંગ્રેસ તરફી માહોલ બનાવવા માટે પ્રચાર કરી રહ્યા છે.
પ્રચારમાં રાહુલ ગાંધીએ હજુ સુધી મુખ્ય રીતે રાફેલ, ખેડુતોની લોન માફી અને ન્યાય યોજનાની વાત કરી છે. બેરોજગારી અને નોટબંધી જેવા મુદ્દા રાહુલે વારંવાર અને સતત ઉઠાવ્યા છે. કોગ્રેસ પાર્ટીના કાર્યકરો અને ટોપના નતાઓ રાહુલ ગાંધીની સભાને સફળ બનાવવા અને વધુને વધુ લોકો પહોંચે તે માટે આયોજન કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસના કાર્યકરો પણ દિન રાત એક કરી રહ્યા છે. રાહુલ ગાંધીના ઉત્તર ગુજરાતમાં પ્રચાર પર ભાજપની પણ નજર રહેનાર છે.