જેટના અટવાયેલ લોકોને વિશેષ ભાડા દ્વારા લવાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 નવીદિલ્હી : જેટ એરવેઝના અટવાયેલા વિમાની યાત્રીઓ માટે ખાસ વિમાની ભાડાની ઓફર એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. બીજી બાજુ સ્પાઇસ જેટે પણ સ્થિતિનો લાભ ઉઠાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. મળેલી માહિતી મુજબ સ્પાઇસ જેટે ગુરુવારના દિવસે કહ્યું હતું કે, તે પોતાના કાફલામાં છ વધુ બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાનોને સામેલ કરશે. ડ્રાયલીઝ ઉપર આ વિમાને સામેલ કરવામાં આવશે.

એરલાઈન્સે જાહેરાત કરી છે કે, જેટ એરવેઝના અટવાયેલા યાત્રીઓને સુવિધા આપવા માટે યોજના તૈયાર કરવામાં આવી રહી છે. જેટની રદ કરવામાં આવેલી ફ્લાઇટોમાં મોટી સંખ્યામાં યાત્રીઓ અટવાઈ પડ્યા છે. સરકારે પણ વાજબી ભાડામાં આ યાત્રીઓને લાવવા માટે અપીલ કરી છે. વિદેશમાં અટવાયેલા જેટના યાત્રીઓને ખાસ ભાડાથી લંડન, બેંગકોક, સિંગાપોર, હોંગકોંગ અને મસ્કતથી મુંબઈ અને નવી દિલ્હી લવાશે.

Share This Article