હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પેનકીલર દવા હેરોઈન અને કોકેન કરતા પણ વધુ ખતરનાક અને જીવલેણ છે. પેનકીલરોથી હેરોઈન અથવા કોકેન કરતા વધુ નુકસાન થાય છે. પ્રેસક્રીપ્સન ડ્રગ મોનીટરીંગ પોગ્રામના નિષ્ણાંતોએ કહ્યું છે કે પેનકીલરથી આડ અસરો વધુ થાય છે. સાથે સાથે શરીરના અંગોને આનાથી નુકસાન પણ વધારે થાય છે. હાઉસ એપ્રોપ્રીએશન કમીટિના ચેરમેને કહ્યું છે કે પેનકીલરોનો ઉપયોગ અમેરિકામાં મોટાપાયે થાય છે.
અમેરિકામાં હેરોઈન અને કોકેનના લીધે લાંબાગાળે જેટલા લોકોના મોત થાય છે તેના કરતા પેનકીલરના કારણે વધુ મોત થાય છે. જીવલેણ ઓવરડોઝ તરફ ધ્યાન આપવામાં આવતું નથી. જેના પરિણામ સ્વરૂપે આ પ્રકારની દવાઓ ઘાતક સાબિત થાય છે. ટૂંકાગાળામાં આ દવા પીડાથી રાહત આપે છે પરંતુ પેનકીલર્સ હેરોઈન અને કોકેન કરતા વધુ ખતરનાક સાબિત થાય છે. લો એન્ફોર્સમેન્ટ અને આરોગ્યના અધિકારીઓ આ વિષય ઉપર સતત અભ્યાસ કરી રહ્યા છે.
આ અહેવાલમાં પેનકીલરોના ઉપયોગ અને તેને રોકવા માટેના પાસાંઓ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. પેનકીલરોના દુરુપયોગ સામે લડત ચલાવવા માટે વધારે સાવધાની જરૂરી છે. પીડીએમપી સેન્ટરના ડિરેક્ટર જ્હોન ઇડીનું કહેવું છે કે તબીબો સામાન્ય રીતે આંકડાઓ એકત્રિત કરે છે. પેનકીલરોનો દુરુપયોગ કઈ રીતે થઈ રહ્યો છે તે અંગે માહિતી એકત્રિત કરે છે. વર્ષ ૨૦૦૧ના અંત સુધી અહેવાલમાં જાણવા મળ્યું હતું કે ૧૬ રાજ્યોને નવા કાર્યક્રમો તૈયાર કરવા કહેવામાં આવ્યું હતું. ૧૧ વર્ષના લાંબાગાળા બાદ ખૂબ ઓછા રાજ્યો અમેરિકામાં પેનકીલરોના ઉપયોગને રોકવામાં અસરકારક રીતે ઊભરીને આવ્યા છે.